Instagram ડેટા નીતિ

ડેટા નીતિ
આ નીતિ અમે Facebook, Instagram, Messenger અને Facebook દ્વારા ઑફર કરાયેલ અન્ય ઉત્પાદનો અને સુવિધાઓ (Facebook ઉત્પાદનો અથવા ઉત્પાદનો) ને સમર્થન આપવા માટે જે માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ તેનું વર્ણન કરે છે. તમે Facebook સેટિંગ્સ અને Instagram સેટિંગ્સમાં વધારાના ટૂલ્સ અને માહિતી શોધી શકો છો.

I. અમે કયા પ્રકારની માહિતી એકત્રિત કરીએ છીએ?

Facebook ઉત્પાદનો પ્રદાન કરવા માટે, અમારે તમારા વિશેની માહિતી પર પ્રક્રિયા કરવી આવશ્યક છે. અમે ક્યા પ્રકારની માહિતી એકત્રિત કરીએ છીએ તેનો આધાર તમે કેવી રીતે અમારા ઉત્પાદનોનો ઉપયોગ કરો છો તેના પર રહેલો છે. તમે Facebook સેટિંગ્સ અને Instagram સેટિંગ્સની મુલાકાત લઈને અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીને કેવી રીતે ઍક્સેસ કરવી અને તેને કેવી રીતે કાઢી નાખવી તે વિશે જાણી શકો છો.
તમારે અને અન્ય લોકોએ કરવાની અને પૂરી પાડવાની વિગતો.
  • તમારા દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી અને સામગ્રી. તમે જ્યારે એક એકાઉન્ટ માટે સાઇન અપ કરો, કોઈ સામગ્રી બનાવો અથવા શૅર કરો અને અન્ય લોકોને સંદેશ મોકલો અથવા તેમની સાથે વાર્તાલાપ કરો તે સહિત તમે અમારા ઉત્પાદના ઉપયોગ વખતે જે આપો છો તે સામગ્રી, વાર્તાલાપો અને અન્ય માહિતી અમે એકત્રિત કરીએ છીએ. આમાં તમે જે સામગ્રી આપો છો (જેમ કે metadata) તે અથવા તેના વિશેની માહિતીનો સમાવેશ થઈ શકે છે, જેમ કે ફોટાનું સ્થાન અથવા ફાઇલ બનાવી હતી તે તારીખ. આમાં અમે જે પ્રદાન કરીએ છીએ તે સુવિધાઓ થકી તમે શું જુઓ છો તેનો પણ સમાવેશ થઈ શકે છે, જેમ કે અમારો કૅમેરો, જેથી અમે તમને ગમી શકે તેવા માસ્ક અને ફિલ્ટર સૂચવવા જેવી વસ્તુઓ કરી શકીએ, અથવા પોર્ટ્રેટ મોડનો ઉપયોગ કરવા વિશે તમને ટિપ્સ આપી શકીએ. અમારી પ્રણાલી નીચે દર્શાવેલ હેતુ માટે સામગ્રીનું વિશ્લેષણ કરવા અને તેની અંદર શું છે તે માટે તમે અને અન્ય લોકો જે પ્રદાન કરો છો તે સામગ્રી અને વાર્તાલાપ પર સ્વયંસંચાલિત રીતે પ્રક્રિયા કરે છે. તમે જે વસ્તુઓની વહેંચણી કરો તેના પર કઈ રીતે નિયંત્રણ રાખી શકાય છે તે અંગે વધુ શીખો.
    • ખાસ સંરક્ષણ સાથેનો ડૅટા: તમે તમારા Facebook પ્રોફાઇલ ફિલ્ડ કે જીવન પ્રસંગોમાં તમારા ધાર્મિક વિચારો, રાજનીતિક વિચારો, તમને કોનામાં “રુચિ છે” અથવા તમારા સ્વાસ્થ્ય વિશેની માહિતી પ્રદાન કરવાનું પસંદ કરી શકો છો. આ અને અન્ય માહિતી (જેમ કે જાતિગત અથવા વંશીય મૂળ, દર્શનશાસ્ત્ર આધારિત માન્યતાઓ અથવા ટ્રેડ યુનિયનના સભ્યપદ) એ યુરોપિયન કાયદા હેઠળના ખાસ સંરક્ષણને આધિન છે.
  • નેટવર્ક અને કનેક્શન. તમે જેની સાથે જોડાયેલ છો તેવા લોકો, પેજીસ, એકાઉન્ટ, હેશટેગ્સ અને જૂથો તેમજ તમે અમારા ઉત્પાદને લઈને તેમની સાથે કેવી રીતે આદાનપ્રદાન કરો છો તે વિશે અમે માહિતી એકત્ર કરીએ છીએ, જેમ કે એવા લોકો જેમની સાથે તમે વધુ વાર્તાલાપ કરો છો અથવા તમે જેનો ભાગ છો તેવા જૂથો. જો તમે સંપર્ક માહિતીને કોઈ ઉપકરણમાંથી અપલોડ, સિંક્રનાઇઝ અથવા આયાત કરવાનું પસંદ કરો છો (જેમ કે એડ્રેસ બુક અથવા કૉલ લૉગ કે SMS લૉગ ઇતિહાસ), તો અમે એ સંપર્ક માહિતી પણ એકત્ર કરીએ છીએ જેનો ઉપયોગ તમે જાણતા હોવ એવા લોકોને શોધવામાં તમને અથવા અન્ય લોકોને સહાય કરવા અને નીચે યાદીબદ્ધ અન્ય હેતુઓ જેવી બાબતો માટે અમે કરીએ છીએ.
  • તમારો ઉપયોગ. તમે અમારા ઉત્પાદનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના વિશે અમે માહિતી એકત્ર કરીએ છીએ, જેમ કે તમે જે જુઓ છો અથવા તમે જેમાં પ્રવૃત્ત છો તે સામગ્રીનો પ્રકાર; તમે જેનો ઉપયોગ કરો છો તે સુવિધા; તમે જે કરો છો તે કાર્યવાહી; તમે જેની સાથે આદાન-પ્રદાન કરો છો તે લોકો અથવા એકાઉન્ટ; અને તમારી પ્રવૃત્તિઓનું આવર્તન અને સમયગાળો. ઉદાહરણ તરીકે, તમે જ્યારે અમારા ઉત્પાદનો ઉપયોગ કરી રહ્યાં છો અને છેલ્લે ઉપયોગ કર્યો હતો, અમારા ઉત્પાદ પર કઈ પોસ્ટ, વિડીયોઝ અને તમે જે નિહાળી હોય તેવી અન્ય સામગ્રી લોગ કરીએ છીએ. તમે અમારા લક્ષણ જેમ કે કેમેરાનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના વિશે પણ અમે માહિતી એકત્ર કરીએ છીએ.
  • અમારા ઉત્પાદનો પર કરવામાં આવેલા વ્યવહારો અંગેની માહિતી. જો તમે અમારા ઉત્પાદનો ઉપયોગ ખરીદીઓ અથવા અન્ય નાણાકીય વ્યવહારો માટે કરો છો (જેમ કે તમે કોઈ રમતની અંદર ખરીદી કરો છો અથવા કોઇ દાન કરો છો), તો અમે એ ખરીદીઓ અને નાણાકીય વ્યવહારો વિશે માહિતી એક્ત્ર કરીએ છીએ. આમાં ચૂકવણીની માહિતી, જેમ કે તમારો ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ નંબર અને અન્ય કાર્ડ માહિતી; અન્ય એકાઉન્ટ અને પ્રમાણીકરણ માહિતી; તેમજ બિલિંગ, શિપિંગ અને સંપર્કની વિગતોનો સમાવેશ થાય છે.
  • અન્ય લોકો કરે છે તેવી પ્રવૃતિઓ અને તેઓ પ્રદાન કરે છે તેવી તમારા વિશેની માહિતી. અમે એવી સામગ્રી, વાર્તાલાપો અને માહિતી પણ મેળવીએ અને વિશ્લેષણ કરીએ છીએ જે અન્ય લોકો જ્યારે અમારા ઉત્પાદનો ઉપયોગ કરે છે ત્યારે અમને પૂરી પાડે છે. આમાં તમારા વિશેની માહિતીનો સમાવેશ થઈ શકે છે, જેમ કે અન્ય લોકો જ્યારે તમારો ફોટો શૅર કરે કે તેના પર કોઈ ટિપ્પણી કરે, તમને કોઈ સંદેશ મોકલે અથવા તમારી સંપર્ક માહિતી અપલોડ, સમન્વયિત અથવા આયાત કરે.

ઉપકરણની માહિતી
નીચે વર્ણવ્યા મુજબ, અમે કમ્પ્યુટર, ફોન, કનેક્ટ કરેલ ટીવી અને તમે ઉપયોગ કરો છો તેવા વેબ સાથે કનેક્ટ કરેલ અન્ય ઉપકરણો જે અમારા ઉત્પાદનો સાથે સંકલિત છે તેમાંથી અને તેના વિશે માહિતી એકત્રિત કરીએ છીએ, અને આ માહિતીને તમે ઉપયોગ કરો છો તે જુદા જુદા ઉપકરણો સાથે અમે જોડીએ છીએ. ઉદાહરણ તરીકે, તમારા ફોન પર અમારા ઉત્પાદનનો તમારા ઉપયોગ વિશે એકત્ર કરેલ માહિતીનો ઉપયોગ અમે (જાહેરાતોસહિતની) સામગ્રીને અથવા જ્યારે તમે અન્ય કોઈ ઉપકરણ, જેમ કે લેપટોપ અથવા ટેબ્લેટ પર અમારા ઉત્પાદનનો ઉપયોગ કરો ત્યારે તમને દેખાતી સુવિધાઓને બહેતર રૂપથી વ્યક્તિગત બનાવવા અથવા તે જાણવા માટે કરીએ છીએ કે જે જાહેરાત અમે તમારા ફોન પર બતાવી હતી તેના પ્રતિભાવમાં તમે એક અન્ય ઉપકરણ પર કોઈ પગલાં લીધાં કે કેમ.
આ ઉપકરણોમાંથી અમે જે માહિતી મેળવીએ છીએ તેમાં સમાવેશ થાય છે:
  • ઉપકરણના એટ્રિબ્યુટ: માહિતી જેવી કે ઑપરેટિંગ સિસ્ટમ, હાર્ડવેર અને સૉફ્ટવેર સંસ્કરણો, બૅટરી લેવલ, સિગ્નલની પ્રબળતા, ઉપલબ્ધ સંગ્રહ સ્થાન, બ્રાઉઝરનો પ્રકાર, એપ્લિકેશન અને ફાઇલના નામ અને પ્રકાર તથા પ્લગિન.
  • ઉપકરણના કાર્યો: ઉપકરણ પર કરવામાં આવતા કાર્યો અને વર્તણૂંક વિશેની માહિતી, જેમ કે વિન્ડો ફોરગ્રાઉન્ડ કરેલ છે કે બેકગ્રાઉન્ડ, અથવા માઉસની હિલચાલ (જે માણસને રોબોટથી અલગ પાડવામાં મદદ કરી શકે છે).
  • ઓળખકર્તાઓ: વિશિષ્ટ ઓળખકર્તા, ઉપકરણ IDs અને અન્ય ઓળખકર્તાઓ જેવા કે તમે જે રમતો, એપ્લિકેશન કે એકાઉન્ટનો ઉપયોગ કરો છો તેમાંથી તેમજ પારીવારિક ઉપકરણ આઇડી (અથવા એ જ ઉપકરણ કે એકાઉન્ટ સાથે સંકળાયેલ ફક્ત Facebook કંપનીના ઉત્પાદો ના જ અન્ય બેજોડ ઓળખકર્તાઓ).
  • ઉપકરણના સિગ્નલ: બ્લુટૂથ સિગ્નલ અને નજીકના Wi-Fi એક્સેસ પોઇન્ટ, સંકેતસૂચક બત્તીઓ અને સેલ ટાવર વિશેની માહિતી.
  • ઉપકરણ સેટિંગ્સમાંથી મેળવેલા ડેટા: તમે ચાલુ કરેલ ઉપકરણ સેટિંગ્સ દ્વારા તમે અમને મેળવવા માટે છૂટ આપો છો તે માહિતી, જેવી કે તમારા GPS સ્થાન, કૅમેરા અથવા ફોટાનો ઍક્સેસ.
  • નેટવર્ક અને કનેક્શન: માહિતી જેવી કે તમારા મોબાઇલ ઑપરેટર કે ISP નું નામ, ભાષા, સમય ઝોન, મોબાઇલ ફોન નંબર, IP સરનામું, કનેક્શનની સ્પીડ અને કેટલાક સંજોગોમાં તમારી નજીકમાં અથવા તમારા નેટવર્ક પર હોય તેવા અન્ય ઉપકરણો વિશેની માહિતી, જેથી અમે તમને તમારા ફોનથી તમારા ટીવી પર વિડિઓ સ્ટ્રીમ કરવામાં સહાય કરવા જેવા કાર્યો કરી શકીએ.
  • કુકી ડેટા: કુકી IDs અને સેટિંગ્સ સહિત તમારા ઉપકરણમાં સંગ્રહિત કુકીમાંથી ડેટા. અમે કુકીઝનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિશે Facebook કુકીઝની નીતિ અને Instagram કુકીઝની નીતિ માં વધુ જાણો.

ભાગીદારો પાસેથી મળેલી માહિતી.
જાહેરાતકર્તાઓ, એપ્લિકેશન ડેવલપર અને પ્રકાશકો અમારા સામાજિક પ્લગ-ઇન (જેમ કે પસંદ કરો બટન), Facebook લૉગિન, અમારા API અને SDK અથવા Facebook પિક્સેલ સહિતના તેઓ ઉપયોગમાં લેતા હોય તે Facebook Business ટૂલ્સ મારફતે અમને માહિતી મોકલી શકે છે. આ ભાગીદારો Facebook ની બહારની તમારી પ્રવૃત્તિઓ વિશે માહિતી પૂરી પાડે છે – જેમાં તમારા ઉપકરણ વિશે, તમે જેની મુલાકાત લો છો તે વેબસાઇટ, તમે જે ખરીદીઓ કરો છો તે, તમે જે જાહેરાત જુઓ છો તે અને તેમની સેવાઓનો તમે કેવી રીતે ઉપયોગ કરો તે– પછી ભલે તમારી પાસે Facebook એકાઉન્ટ હોય કે ન હોય અથવા તમે Facebook માં લૉગ ઇન થયેલ હોવ કે ના હોવ; તેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, તમે કઈ રમત રહી રહ્યાં છો તે અમને જણાવવા માટે ગેમ ડેવલપર અમારા API નો ઉપયોગ કરી શકે છે, અથવા કોઈ વ્યવસાય તેના સ્ટોરમાંથી તમે કરેલ ખરીદી વિશે અમને જણાવી શકે છે. અમને તમારી ઑનલાઇન અને ઑફલાઇન ક્રિયાઓ અને ખરીદીઓ અંગેની માહિતી એવા તૃતીય-પક્ષના ડેટા પ્રદાતાઓ પાસેથી પણ મળે છે જેઓની પાસે અમને તમારી માહિતી પ્રદાન કરવાનો અધિકાર હોય.
ભાગીદારોને તમે જ્યારે તેમની સેવાઓની મુલાકાત લો અથવા તેનો ઉપયોગ કરો ત્યારે અથવા તેઓ જેમની સાથે કાર્ય કરતાં હોય તેવા ત્રાહિત પક્ષકારો મારફતે તમારો ડેટા મળે છે. અમને કોઈપણ ડેટા પ્રદાન કરતાં પહેલાં આ દરેક ભાગીદારો પાસે તમારા ડેટાને કાયદેસર રીતે એકત્રિત કરવાનો, તેનો ઉપયોગ કરવાનો અને તેને શેર કરવાનો અધિકાર હોય એ અમારા માટે જરૂરી છે. જેમની પાસેથી અમે ડેટા મેળવીએ છીએ તે ભાગીદારોના પ્રકાર વિશે વધુ જાણો.
Facebook Business ટૂલ્સના સંબંધમાં અમે કુકીઝનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિશે વધુ જાણવા માટે, Facebook કુકીઝ નીતિ અને Instagram કુકીઝ નીતિની સમીક્ષા કરો.


II. અમે આ માહિતીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ?

અમે અમારી પાસે રહેલ માહિતીનો ઉપયોગ (તમે કરેલ પસંદગીઓને અધીન) નીચે વર્ણવ્યાં મુજબ તથા Facebookની શરતો અને Instagramની શરતોમાં વર્ણવ્યાં મુજબ Facebook ઉત્પાદનો અને સંબંધિત સેવાઓ પ્રદાન કરવા અને તેનું સમર્થન કરવા માટે કરીએ છીએ. તે કેવી રીતે કરવામાં આવે છે તે અહીં દર્શાવેલ છે:
અમારા ઉત્પાદનો પ્રદાન કરવા, વ્યક્તિગત બનાવવા અને તેને બહેતર બનાવવા.
અમારી પાસે રહેલી માહિતીનો ઉપયોગ અમે અમારા ઉત્પાદનોને વિતરિત કરવા માટે કરીએ છીએ, જેમાં સુવિધાઓ અને સામગ્રી (તમારી સમાચાર શ્રેણી, Instagram ફીડ,Instagram Stories અને જાહેરાત સહિત)ને વ્યક્તિગત બનાવવા તેમજ અમારા ઉત્પાદનો પર અને તેની બહાર તમારા માટે સૂચનો કરવું સામેલ છે (જેમ કે તમને રુચિ હોઈ શકે તેવા સમૂહો કે ઇવેન્ટ અથવા જેને તમે અનુસરવા માગતા હોવ તેવા વિષયો). તમારા માટે અનન્ય અને તમારી સાથે સંબંધિત હોય એવા વ્યક્તિગત કરેલ ઉત્પાદનો બનાવવા માટે, અમે તમારા અને અન્ય લોકો (તમે પ્રદાન કરવા માટે પસંદ કરેલ કોઈપણ વિશિષ્ટ સંરક્ષણો સાથેનો ડેટા જ્યાં તમે તમારી સ્પષ્ટ સંમતિ આપી છે તે સહિત) પાસેથી એકત્રિત કરેલ અને જાણેલ ડેટાના આધારે તમારા કનેક્શન, પસંદગીઓ, રુચિઓ અને પ્રવૃત્તિઓનો; તમે અમારા ઉત્પાદનોનો ઉપયોગ અને તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કેવી રીતે કરો છો તેનો; અને અમારા ઉત્પાદનો પર અને તેની બહાર કનેક્ટ થયેલા હોવ અને રુચિ ધરાવતા હોવ તે લોકો, સ્થાનો અથવા વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. Facebook ઉત્પાદનોમાં સુવિધાઓ, સામગ્રી અને ભલામણો સહિત, તમારા Facebook અને Instagram અનુભવને વ્યક્તિગત કરવા અમે તમારા વિશેની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિશે વધુ જાણો; તમે જુઓ છો તે જાહેરાતોને અમે કેવી રીતે પસંદ કરીએ છીએ તે વિશે પણ તમે વધુ જાણી શકો છો.
  • સમગ્ર Facebook ના ઉત્પાદનો અને ઉપકરણો પરની માહિતી: તમે ઉપયોગ કરો છો તેવા તમામ Facebook ઉત્પાદનો તમે જ્યાં પણ ઉપયોગ કરતા હોવ ત્યાં તમને વધુ સાનુકૂળ અને સુસંગત અનુભવો પૂરા પાડવા અમે જુદા જુદા Facebook ઉત્પાદ અને ઉપકરણ પરની તમારી પ્રવૃત્તિઓ વિશેની માહિતી કનેક્ટ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે સૂચવી શકીએ કે તમે Facebook પર એવા જુથ સાથે જોડાવ જેમાં તમે Instagram પર અનુસરતા હોવ અથવા Messenger નો ઉપયોગ કરીને વાતચીત કરતા હોવ એવા લોકો સામેલ હોય. અમે તમારા અનુભવો વધુ સહજ પણ બનાવી શકીએ છીએ, ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈ બીજા ઉત્પાદન પરથી કોઈ એકાઉન્ટ માટે સાઇન અપ કરો છો ત્યારે Facebook ઉત્પાદન પરથી તમારી નોંધણી સંબંધી માહિતી (જેમ કે તમારો ફોન નંબર) આપમેળે ભરી દઈને તમારી નોંધણી માહિતી ભરવી.
  • સ્થાન-સંબંધિત માહિતી: તમારા અને અન્ય લોકો માટે જાહેરાતો સહિત અમારા ઉત્પાદનો પ્રદાન કરવા, તેમને વ્યક્તિગત કરવા અને બહેતર બનાવવા માટે, અમે સ્થાન-સંબંધિત માહિતીનો ઉપયોગ કરીએ છીએ- જેમ કે તમારું હાલનું સ્થાન, તમે ક્યાં રહો છો, તમને ક્યા સ્થળે જવું ગમે છે અને તમે જેની નજીક છો તેવા વ્યવસાયો અને લોકો. સ્થાન સંબંધિત માહિતી ચોક્કસ સ્થાન ઉપકરણ (જો તમે અમને તે એકત્ર કરવાની છૂટ આપી હોય), IP સરનામા અને Facebook ઉત્પાદનો (જેમ કે ચેક-ઇન અથવા તમે ઉપસ્થિત હોવ તેવી ઇવેન્ટ્સ) ના તમારા તેમજ અન્ય લોકોના ઉપયોગથી લેવામાં આવેલ માહિતી જેવી બાબતો પર આધારિત હોઈ શકે છે.
  • ઉત્પાદન સંબંધી સંશોધન અને વિકાસ: સર્વેક્ષણો અને સંશોધન હાથ ધરવા અને નવા ઉત્પાદ અને લક્ષણના પરીક્ષણ અને મુશ્કેલીનિવારણ સહિત અમારે જે ઉત્પાદ તૈયાર કરવાની, પરીક્ષણ કરવાની અને તેને સુધારવાની જરૂર પડે છે તે માટે અમે અમારી પાસે છે તે માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
  • ચહેરાની ઓળખ: જો તમે તે વિકલ્પ ચાલુ કર્યો હોય, તો અમે ફોટા, વિડિઓ અને કૅમેરાના અનુભવ દરમિયાન તમને ઓળખવા માટે ચહેરાની ઓળખ કરતી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. ચહેરા-ઓળખના જે ટેમ્પલેટ અમે બનાવ્યા છે તે EU ના કાયદા હેઠળ વિશિષ્ટ સંરક્ષણ સાથેનો ડેટા છે. અમે ચહેરાની ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અથવા Facebook સેટિંગ્સમાં આ ટેકનોલોજીના અમારા ઉપયોગને કેવી રીતે નિયંત્રિત કરીએ છીએ તે વિશે વધુ જાણો. ચેહરાની ઓળખ કરતી ટેકનોલોજીનો ઉપયોગ તમારા Instagram અનુભવમાં કરવામાં આવશે ત્યારે, પ્રથમ અમે તમને જાણ કરીશું, અને અમે આનો ઉપયોગ તમારા માટે કરીએ કે નહીં તેના પરનું નિયંત્રણ તમારી પાસે રહેશે.
  • જાહેરાતો અને અન્ય પ્રાયોજીત સામગ્રીઓ: અમે તમને બતાવીએ છીએ તે જાહેરાતો, ઑફર્સ અને અન્ય પ્રાયોજિત સામગ્રી પસંદ કરવા અને તેને વ્યક્તિગત કરવા તમારી રુચિ, કાર્યો અને કનેક્શન સહિત અમારી પાસે રહેલ તમારા વિશેની માહિતીનો અમે ઉપયોગ કરીએ છીએ. અમે કેવી રીતે જાહેરાતો પસંદ કરીએ છીએ અને વ્યકિતગત બનાવીએ છીએ તે અને તમારા માટે જાહેરાતો તેમજ અન્ય પ્રાયોજિત સામગ્રી પસંદ કરવા અમે જે ડેટાનો ઉપયોગ કરીએ છીએ તે અંગેની તમારી પસંદગીઓ વિશે Facebook સેટિંગ્સ અને Instagram સેટિંગ્સમાં વધુ જાણો.

મૂલ્યાંકન, વિશ્લેષણ અને અન્ય વ્યવસાયિક સેવાઓ પ્રદાન કરવી.
અમે અમારી પાસે રહેલ માહિતીનો ઉપયોગ (અમારા ઉત્પાદનો બંધ થવા પરની તમારી પ્રવૃત્તિ સહિત, જેમ કે તમે મુલાકાત લો છો તે વેબસાઇટ અને તમે જુઓ છો તે જાહેરાતો) જાહેરાતકર્તાઓ અને અન્ય ભાગીદારોને તેમની જાહેરાતો અને સેવાઓની અસરકારકતા અને પ્રસારનું મૂલ્યાંકન કરવામાં અને તેમની સેવાઓનો ઉપયોગ કરનારા લોકોને તથા તેમની વેબસાઇટ, એપ્લિકેશન અને સેવાઓ સાથે લોકો કેવી ક્રિયા-પ્રતિક્રિયાઓ કરે છે તે સમજવામાં સહાય કરવા માટે કરીએ છીએ. આ ભાગીદારો સાથે અમે કઈ રીતે માહિતી શેર કરીએ છીએ તે જાણો.

સલામતી, અખંડિતતા અને સુરક્ષાને પ્રોત્સાહિત કરો.
અમારી પાસે રહેલ માહિતીનો ઉપયોગ અમે એકાઉન્ટ અને તેની પ્રવૃત્તિની ખરાઈ કરવા, જોખમી વર્તનનો સામનો કરવા, સ્પૅમ અને અન્ય ખરાબ અનુભવોને શોધી કાઢવા અને તેને રોકવા, અમારા ઉત્પાદની વિશ્વસનિયતાને જાળવી રાખવા અને સમયાંતરે Facebook ઉત્પાદની સુરક્ષા અને સલામતીને પ્રોત્સાહિત કરવામાં કરીએ છીએ. ઉદાહરણ તરીકે, શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા અમારી શરતો કે નીતિના ઉલ્લંઘનની તપાસ કરવા અથવા જ્યારે કોઈને મદદની જરૂર હોય ત્યારે તેને શોધી કાઢવા માટે અમે ડેટાનો ઉપયોગ કરીએ છીએ. વધુ જાણવા માટે, Facebook સુરક્ષા સહાય કેન્દ્ર અને Instagram સુરક્ષા ટિપ્સની મુલાકાત લો.

તમારી સાથે વાર્તાલાપ.
તમને મોકલવાના માર્કેટિંગ સંદેશાવ્યવહાર, અમારા ઉત્પાદ વિશે તમારી સાથે વાતચીત, અને અમારી નીતિઓ અને શરતો વિશે તમને જાણ કરવા અમે માહિતીનો ઉપયોગ કરીએ છીએ. તમે જ્યારે અમારો સંપર્ક કરો છો ત્યારે અમે તમને પ્રતિસાદ આપવા માટે પણ તમારી માહિતીનો ઉપયોગ કરીએ છીએ.

સામાજિક ભલાઈ માટે સંશોધન અને નવીનીકરણ.
અમે અમારી પાસે રહેલી માહિતી (અમે જેમની સાથે સહયોગ કરીએ છીએ તેવા સંશોધન માટેના ભાગીદારો પાસેથી મળતી માહિતી સહિતની માહિતી)નો ઉપયોગ સામાન્ય સામાજિક કલ્યાણ, તકનીકી વિકાસ, જાહેર હિત, સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષયો પર સંશોધન તથા નવીનીકરણ હાથ ધરવા અને તેનું સમર્થન કરવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, રાહત કાર્યોમાં સહાયતા આપવા માટે અમે કટોકટીના સમય દરમિયાન સ્થળાંતર માટેની રીતો માટે અમારી પાસે રહેલ માહિતીનું વિશ્લેષણ કરીએ છીએ. અમારા સંશોધન પ્રોગ્રામ વિશે વધુ જાણો.


III. આ માહિતી કેવી રીતે શેર કરવામાં આવે છે?

તમારી માહિતીને નીચે દર્શાવેલ રીતો પ્રમાણે અન્ય લોકો સાથે શેર કરવામાં આવે છે:
Facebook ઉત્પાદનો પર શેરિંગ
તમે જેમની સાથે શેર અને વાતચીત કરતા હોવ તેવા લોકો અને એકાઉન્ટ
જ્યારે તમે અમારા ઉત્પાદનો ઉપયોગ કરીને શૅર કરતા હોવ ત્યારે, તમે જેની વહેંચણી કરો તેના માટેના ઓડિયન્સની પસંદગી તમે કરો છો. . ઉદાહરણ તરીકે, તમે જ્યારે Facebook પર પોસ્ટ કરો છો, તમે પોસ્ટ માટેના દર્શકો પસંદ કરો છો, જેમ કે એક જૂથ, તમારા બધા મિત્રો, જાહેર જનતા અથવા લોકોની અનુકૂલિત સૂચિ. એ જ રીતે, તમે જ્યારે લોકો કે વાણિજ્ય એકમો સાથે વાતચીત કરવા Messenger કે Instagram નો ઉપયોગ કરો છો, એ લોકો અને વાણિજ્ય એકમો તમે જે સામગ્રી મોકલો છો તેને જોઈ શકે છે. જાહેરાત અને પ્રાયોજિત સામગ્રી સાથેના જોડાણ સહિત તમે અમારા ઉત્પાદ પર જે પ્રક્રિયા કરી તેને તમારું નેટવર્ક જોઈ શકે છે. અમે અન્ય એકાઉન્ટને પણ તેમની Facebook કે Instagram Stories કોણે જોઈ તે જોવા દઈએ છીએ.
અમારા ઉત્પાદનો પર અથવા તેની બહાર કોઈપણ વ્યક્તિ દ્વારા સાર્વજનિક માહિતી જોવામાં આવી શકે છે, જેમાં જેમનું એકાઉન્ટ ન હોય તેવા લોકો પણ સામેલ છે. આમાં તમારા Instagram વપરાશકર્તાનામ; જાહેર પ્રેક્ષકો સાથે તમે શેર કરો છો તે કોઈપણ માહિતી; તમારી Facebook પર સાર્વજનિક પ્રોફાઇલમાં રહેલ માહિતી; અને Facebook પૃષ્ઠ, સાર્વજનિક Instagram એકાઉન્ટ કે Facebook Marketplace જેવા અન્ય કોઈપણ સાર્વજનિક ફૉરમ પર તમે શેર કરેલ સામગ્રીનો સમાવેશ થાય છે. તમે, Facebook અને Instagram નો ઉપયોગ કરનારા અન્ય લોકો અને અમે કોઈપણ વ્યક્તિને સાર્વજનિક માહિતીની ઍક્સેસ પ્રદાન કરી શકીએ છીએ અથવા આવી માહિતીને ટૂલ્સ અને API મારફતે Facebook કંપનીના અન્ય ઉત્પાદનોમાં, શોધ પરિણામો સહિત અમારા ઉત્પાદનોમાં અથવા તેની બહાર મોકલી શકીએ છીએ. શોધ એન્જિનો, API જેવી તૃતીય-પક્ષ સેવાઓ અને ટીવી જેવા ઑફલાઇન મીડિયા તથા એપ્લિકેશનો, વેબસાઇટો અને અમારા ઉત્પાદનો સાથે જોડાતી અન્ય સેવાઓ દ્વારા પણ સાર્વજનિક માહિતી જોવામાં, ઍક્સેસ કરવામાં, ફરીથી શેર અથવા ડાઉનલોડ કરવામાં આવી શકે છે.
કઈ માહિતી સાર્વજનિક છે અને Facebook અને Instagram પરની તમારી દૃશ્યતા કેવી રીતે નિયંત્રિત કરવી તે વિશે વધુ જાણો.
અન્ય લોકો તમારા વિશે શેર અથવા ફરીથી શેર કરે તેવી સામગ્રી
તમે કોની સાથે શૅર કરવા માટે પસંદ કરો છો તેને તમારે ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે જે લોકો અમારા ઉત્પાદ પરની તમારી પ્રવૃત્તિને જોઈ શકે છે તેઓ તેને અમારા ઉત્પાદ પરથી કે તે સિવાય તેને અન્ય લોકો સાથે શૅર કરવા માટે પસંદ કરી શકે છે, જેમાં તમે જે શ્રોતાઓ સાથે શૅર કરો છો તે સિવાયના લોકો અને ધંધાઓનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, તમે જ્યારે ચોક્કસ મિત્રો સમક્ષ કે એકાઉન્ટમાં કોઈ પોસ્ટ શેર કરો છો કે કોઈ સંદેશ મોકલો છો ત્યારે તેઓ અમારા ઉત્પાદનો પરથી કે તેની બહારથી, વ્યક્તિગત રીતે કે Facebook Spaces જેવી આભાસી અનુભૂતિઓની રીત અપનાવીને, એ સામગ્રીને ડાઉનલોડ કરી શકે, સ્ક્રીનશૉટ લઈ શકે અથવા અન્યોને ફરીથી શેર કરી શકે છે. ઉપરાંત, તમે જ્યારે બીજી કોઈ વ્યક્તિની પોસ્ટ પર ટિપ્પણી કરો કે તેમની સામગ્રી પર પ્રતિક્રિયા આપો, ત્યારે તમારી ટિપ્પણી કે પ્રતિક્રિયા એવી કોઈપણ વ્યક્તિ જોઈ શકે છે જે અન્ય વ્યક્તિની સામગ્રીને જોઈ શકતી હોય તથા તે વ્યક્તિ પછીથી પ્રેક્ષકોને બદલી શકતી હોય.
લોકો તમારા વિશે સામગ્રી બનાવવા અથવા તેમની પસંદગીના પ્રેક્ષકો સાથે શેર કરવા માટે પણ અમારા ઉત્પાદનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, લોકો કોઈ વાર્તામાં તમારો ફોટો શેર કરી શકે છે, કોઈ પોસ્ટમાં કોઈ સ્થાને તમારો ઉલ્લેખ કરી શકે કે ટૅગ કરી શકે છે અથવા તેમની પોસ્ટમાં કે સંદેશામાં તમારા વિશેની માહિતીને શેર કરી શકે છે. અન્ય લોકો અમારા ઉત્પાદ પરથી તમારા વિશે જે કંઈ શૅર કરે છે તેનાથી તમને અકળામણ થતી હોય તો સામગ્રીની જાણ કેવી રીતે કરવી તે સામગ્રીનો અહેવાલ કેવી રીતે આપવો તેની જાણકારી મેળવી શકો છો.
અમારા ઉત્પાદનો પરના તમારા સક્રિય સ્ટેટસ અથવા ઉપસ્થિતિ વિશેની માહિતી.
તમારા નેટવર્ક પરના લોકો સિગ્નલ્સ જોઈ શકે છે જે તેમને જણાવે છે કે તમે અમારા ઉત્પાદ પર સક્રિય છો કે નહીં, જેમાં તમે હાલમાં Instagram, Messenger કે Facebook પર સક્રિય છો કે નહીં તે અને છેલ્લે તમે અમારા ઉત્પાદનો ઉપયોગ ક્યારે કર્યો હતો તેનો સમાવેશ થાય છે.
અમારા ઉત્પાદ પરની કે તેનો ઉપયોગ કરતી એપ્સ, વેબસાઇટ અને ત્રાહિત-પક્ષીય જોડાણો.
તમે જ્યારે ત્રાહિત-પક્ષીય એપ્સ,વેબસાઇટ કે અન્ય સેવાઓ જે અમારા ઉત્પાદનો ઉપયોગ કરતી હોય કે તેની સાથે જોડાયેલ હોય તેનો ઉપયોગ કરવાનું પસંદ કરો ત્યારે, તે તમે જે પોસ્ટ કે શૅર કરો છો તેની માહિતી મેળવી શકે છે. ઉદાહરણ તરીકે, તમે જ્યારે તમારા Facebook મિત્રો સાથે ગેમ રમો છો અથવા વેબસાઇટ પર રહેલ Facebook ટિપ્પણી કે શેર બટનનો ઉપયોગ કરો છો, ત્યારે ગેમ ડેવલપર અથવા વેબસાઇટ, ગેમમાં તમારી પ્રવૃત્તિઓની માહિતી મેળવી શકે છે અથવા તે ટિપ્પણી કે લિંક પ્રાપ્ત કરી શકે છે જે તમે વેબસાઇટ પરથી Facebook પર શેર કરો છો. ઉપરાંત, તમે જ્યારે ડાઉનલોડ કરો છો કે આવી ત્રાહિત-પક્ષીય સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે તેઓ Facebook પરની તમારી સાર્વજનિક પ્રોફાઇલ અને તમે તેમની સાથે શૅર કરો છો એવી કોઈપણ માહિતી પ્રાપ્ત કરી શકે છે. તમે જેનો ઉપયોગ કરતાં હોવ તેવી એપ્લિકેશનો અને વેબસાઇટો સાથે તમારા Facebook મિત્રોની યાદીને શેર કરવાનું પસંદ કરેલ હોય તો તેઓને તે યાદી મળી શકે છે. પરંતુ તમે જેનો ઉપયોગ કરતાં હોવ તેવી એપ્લિકેશનો અને વેબસાઇટો તમારી પાસેથી તમારા Facebook મિત્રો કે તમારા Instagram ના કોઈપણ અનુયાયીઓ વિશે કોઈપણ માહિતી મેળવી શકશે નહીં (જો કે, તમારા મિત્રો અને અનુયાયીઓ, ચોકકસ પણે, પોતાની જાતે એ માહિતીને શેર કરવાનું પસંદ કરી શકે છે). આ તૃતીય-પક્ષીય સેવાઓ દ્વારા એકત્ર કરવામાં આવતી માહિતી તેમની પોતાની શરતો અને નીતિઓને અધીન છે, આની અધીન નથી.
Facebook અને Instagram ના મૂળ સંસ્કરણો પ્રદાન કરતા ઉપકરણો અને ઓપરેટિંગ સિસ્ટમ્સ (એટલે કે એવા સ્થાનો કે જ્યાં અમે અમારી પોતાની પ્રથમ-પક્ષકારની એપ્લિકેશનોને ડેવલપ કરી નથી તેની) પાસે તમે તેમની સાથે જે કંઈ શેર કરવાનું પસંદ કરેલું હોય તેની ઍક્સેસ હશે, આમાં તે માહિતી પણ સામેલ હશે જેને તમારા મિત્રોએ તમારી સાથે શેર કરી છે, જેથી તે તમને અમારી મૂળભૂત કાર્યક્ષમતાઓ પ્રદાન કરી શકે.
નોંધ: અમે આગળ પણ દુરુપયોગ થતો અટકાવવા માટે વિકાસકર્તાના ડેટાની ઍક્સેસને પ્રતિબંધિત કરવાની પ્રક્રિયા હેઠળ છીએ. ઉદાહરણ તરીકે, જો તમે વિકાસકર્તાઓની એપ્લિકેશનનો 3 મહિનામાં ઉપયોગ ન કર્યો હોય તો અમે તમારા Facebook અને Instagram ડેટા પરની વિકાસકર્તાઓની ઍક્સેસને દૂર કરીશું, અને અમે લૉગિન બદલી રહ્યાં છીએ, જેથી આગલા સંસ્કરણમાં અમે તેવા ડેટામાં ઘટાડો કરી શકીશું કે જેની વિનંતી કોઈ એપ્લિકેશન દ્વારા એપ્લિકેશનની સમીક્ષા કર્યા વિના ફક્ત નામ, Instagram વપરાશકર્તાનામ અને વ્યક્તિગત માહિતી, પ્રોફાઇલ ફોટો અને ઈમેઇલ સરનામું સામેલ કરવા માટે કરી શકાય. કોઈપણ અન્ય ડૅટા અંગે વિનંતી કરવામાં અમારી પરવાનગીની જરૂર રહેશે.
નવા માલિક.
જો અમારા બધા ઉત્પાદનો કે તેમના ભાગની માલિકી કે નિયંત્રણ અથવા તેમની અસ્કયામતોમાં ફેરફાર થાય, તો અમે તમારી માહિતી નવા માલિકને ટ્રાંસ્ફર કરી શકીએ છીએ.

ત્રાહિત-પક્ષીય ભાગીદારો સાથે શેરિંગ
અમે એવા ત્રાહિત-પક્ષીય ભાગીદારો સાથે કાર્ય કરીએ છીએ કે જે અમને અમારા ઉત્પાદનો પ્રદાન કરવામાં અને તેને બહેતર બનાવવામાં સહાય કરે છે અથવા જે તેમના વ્યવસાયને વધારવા માટે Facebook Business ટૂલ્સનો ઉપયોગ કરે છે, જે અમારી કંપનીઓને સંચાલિત કરવાનું અને વિશ્વભરના લોકોને નિઃશુલ્ક સેવાઓ પ્રદાન કરવાનું શક્ય બનાવે છે. અમે તમારી માહિતી કોઈપણ વ્યકિતને વેચતા નથી, અને અમે એવું ક્યારેય નહીં થવા દઈએ. અમારા ભાગીદારોને અમે જે ડૅટા આપીએ છીએ તેનો તેઓ કેવી રીતે ઉપયોગ કરી શકે અને તેને પ્રગટ કરી શકે તેના પર પણ અમે કડક નિયંત્રણો લાદીએ છીએ. અમે જેમની સાથે માહિતી શૅર કરીએ છીએ તે ત્રાહિત પક્ષોના પ્રકારો આ રહ્યાં:
અમારી વિશ્લેષણ સેવાઓનો ઉપયોગ કરનારા ભાગીદારો.
અમે સમગ્રલક્ષી આંકડાકીય વિગતો અને ગહન સમજ પ્રદાન કરીએ છીએ જે કેવી રીતે લોકો Facebook ઉત્પાદ પર સમયાંતરે તેમની પોસ્ટસ, કાર્યક્રમો, પૃષ્ઠો, વિડીયોઝ અને અન્ય લખાણ સામગ્રી સાથે વ્યસ્ત રહે છે તે સમજવામાં લોકોને અને વાણિજ્ય એકમોને મદદ કરે છે. ઉદાહરણ તરીકે પેજ એડમિન્સ અને Instagram વ્યવસાયિક પ્રોફાઇલ્સ સંખ્યાબંધ લોકો અને એકાઉન્ટસ પાસેથી માહિતી મેળવે છે જેઓ તેમની પોસ્ટ્સ જુએ છે, તેના પર પ્રતિક્રિયા કે કોમેન્ટ આપે છે તેમજ એવી સામૂહિક વસ્તી વિષયક અને અન્ય માહિતી મેળવે છે જે તેમને તેમના Page કે એકાઉન્ટ સાથેની ક્રિયા-પ્રતિક્રિયાઓને સમજવામાં તેમને મદદ કરે છે.
જાહેરાત આપનારા.
અમે જાહેરાતકર્તાને તેમની જાહેરાતો કેવા પ્રકારના લોકો જુએ છે અને તેમની જાહેરાતો કેવું પ્રદર્શન કરી રહી છે તેની માહિતી આપીએ છીએ, પણ વ્યક્તિગત રીતે તમારી ઓળખને બહાર પાડે તેવી માહિતી (તમારું નામ અથવા ઈમેઇલ સરનામું જેનો ઉપયોગ તમારો સંપર્ક કરવા માટે કે તમે કોણ છે તે ઓળખવા કરી શકાય એમ હોય તેવી માહિતી) શેર કરતાં નથી સિવાય કે તમે અમને સંમતિ આપી હોય. ઉદાહરણ તરીકે જાહેરાત આપનારાને તેમના શ્રોતાઓને સારી રીતે સમજવામાં મદદ કરવા અમે તેમને સામાન્ય વસ્તી વિષયક અને રસ-રૂચિ સંબંધિત માહિતી (ઉદાહરણ તરીકે, 25 થી 34 વર્ષ વચ્ચેની વયની મહિલાઓ જેઓ મેડ્રિડમાં રહે છે અને જેમને સોફ્ટવેર એન્જિનીયરિંગ પસંદ છે તેમના દ્વારા કોઈ જાહેરાત જોવામાં આવ્યું હતું) પૂરી પાડીએ છીએ. કઈ Facebook જાહેરાતોથી તમે ખરીદી કરવા પ્રેરાયા અથવા કોઈ જાહેરાતકર્તા સાથે કાર્યવાહી કરી તેની પુષ્ટિ પણ અમે કરીએ છીએ.
મૂલ્યાંકન ભાગીદારો.
અમે તમારા વિશેની માહિતી એવી કંપનીઓ સાથે શૅર કરીએ છીએ જે અમારા ભાગીદારોને વિશ્લેષણો અને મૂલ્યાંકન અહેવાલો પૂરા પાડવા તેને સંકલિત કરે છે.
ભાગીદારો જે અમારા ઉત્પાદની ચીજવસ્તુઓ અને સેવાઓ પ્રદાન કરે છે.
તમે જ્યારે ગુણવત્તાયુક્ત સામગ્રી મેળવવા માટે સદસ્યતા પ્રાપ્ત કરો છો અથવા અમારા ઉત્પાદના વિક્રેતા પાસેથી કોઈ વસ્તુ ખરીદો છો ત્યારે સામગ્રી નિર્માતા અથવા વિક્રેતા તમારી સાર્વજનિક માહિતી અને તમે તેમની સાથે શૅર કરો છો તેવી અન્ય માહિતી, ઉપરાંત શિપિંગ અને સંપર્કની વિગતો સહિત વ્યવહાર પૂર્ણ કરવા જરૂરી માહિતી મેળવી શકે છે.
વેપારીઓ અને સેવા પ્રદાતાઓ.
અમે એવા વેપારીઓ અને સેવા પ્રદાતાઓને માહિતી પૂરી પાડીએ છીએ જેઓ અમારા વાણિજ્ય એકમને મદદ કરે છે, જેમ કે તકનિકી માળખાકીય સેવાઓ પૂરી પાડીને, કેવી રીતે અમારા ઉત્પાદનો ઉપયોગ કરવામાં આવે છે તેનું વિશ્લેષણ કરવું, ગ્રાહક સેવા પૂરી પાડવી, ચૂકવણીઓ અને સર્વેક્ષણો હાથ ધરવામાં સહાયતા કરવી.
સંશોધકો અને વિદ્વાનો.
અમે શોધ ભાગીદારો અને વિદ્વાનોને એવા સંશોધન હાથ ધરવા માહિતી અને સામગ્રી પૂરી પાડીએ છીએ જે શિષ્યવૃત્તિ અને નવીન શોધને પ્રોત્સાહન આપે છે, જે અમારા વ્યવસાય અથવા મિશનમાં મદદ કરે, તેમજ સામાન્ય સામાજિક કલ્યાણ, તકનીકિ વિકાસ, જાહેર હિત, સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષયો પરના સંશોધન અને નવીન શોધોને આગળ ધપાવે છે.
કાયદાનું અમલીકરણ અથવા કાનૂની પ્રસ્તાવો.
અમે કાયદાના અમલીકરણ સંદર્ભે અથવા નીચે દર્શાવેલ સંજોગોમાં કાનૂની વિનંતીઓના પ્રતિસાદમાં માહિતી શેર કરીએ છીએ.
તમે અથવા બીજા કોઈ તૃતીય-પક્ષના ભાગીદારો સાથે તમારા વિશે શેર કરવામાં આવતી માહિતીને તમે કેવી રીતે નિયંત્રિત કરી શકો છો તે વિશે Facebook સેટિંગ્સ અને Instagram સેટિંગ્સમાં વધુ જાણો.


IV. Facebook કંપનીઓ સાથે મળીને કેવી રીતે કાર્ય કરે છે?

તમે જેનો ઉપયોગ કરો છો તે તમામ Facebook કંપનીના ઉત્પાદનોમાં નવીન, સંબંધિત, સુસંગત અને સુરક્ષિત અનુભવો પ્રદાન કરવા માટે Facebook અને Instagram, અન્ય Facebook કંપનીઓ (જેમાં WhatsApp અને Oculus સામેલ છે) સાથે માળખાકીય સુવિધાઓ, સિસ્ટમ્સ અને ટેકનોલોજી શેર કરે છે. આ હેતુઓ માટે સંબંધિત કાયદા દ્વારા આપવામાં આવેલ પરવાનગી મુજબ અને શરતો અને નીતિઓ અનુસાર અમે સમગ્ર Facebook કંપનીમાં તમારા વિશેની માહિતી પર પ્રક્રિયા પણ કરીએ છીએ. ઉદાહરણ તરીકે અમે WhatsApp સેવાઓ પરથી એકાઉન્ટસ દ્વારા મોકલવામાં આવતા સ્પૅમ વિશે તેની માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ જેથી અમે Facebook, Instagram કે Messenger પરના આવા એકાઉન્ટસ સામે યોગ્ય કાર્યવાહી કરી શકીએ. અમે એ સમજવા માટે પણ કામ કરીએ છીએ કે લોકો કેવી રીતે Facebook કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે અને તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, જેમ કે Facebook કંપનીના વિવિધ ઉત્પાદ પરના સંખ્યાબંધ અનન્ય વપરાશકર્તાઓને સમજવા.


V. ડેટા પર કાર્યવાહી કરવા માટેનો અમારો કાયદાકીય આધાર શું છે?

અમારી પાસે રહેલ ડેટાને અમે ઉપર જણાવેલ રીતો મુજબ એકત્ર, ઉપયોગ અને શેર કરીએ છીએ:
  • Facebook સેવાની શરતો અથવા Instagram સેવાની શરતોને સંતોષવા માટે જરૂરી હોય તે મુજબ;
  • તમારી એવી સંમતિને અનુરૂપ હોય, કે જેને તમે કોઈપણ સમયે Facebook સેટિંગ્સ અને Instagram સેટિંગ્સ મારફતે રદ કરી શકો છો;
  • અમારી કાનૂની જવાબદારીઓનું પાલન કરવા જરૂરી હોય તે મુજબ
  • તમારા અથવા બીજાના અગત્યના હિતોની સુરક્ષા કરવા;
  • જાહેર હિતમાં જરૂરી હોય તે મુજબ; અને
  • અમારા (અથવા અન્યોના) કાયદેસરના હિતો માટે જરૂરી હોય, જેમાં અમારા વપરાશકારો અને ભાગીદારોને નવીન, વ્યક્તિલક્ષી, સુરક્ષિત અને લાભકારી સેવાઓ પૂરી પાડવામાં અમારા હિતોનો સમાવેશ થાય છે, સિવાય કે એવા હિતો જે વ્યક્તિગત ડૅટાની સુરક્ષા માટે આવશ્યક એવા તમારા હિતો કે મુળભૂત અધિકારો અને સ્વાતંત્ર્ય પર આધિપત્ય ધરાવતા હોય.
આ કાનૂની આધારો અને જે રીતે અમે ડેટા પર પ્રક્રિયા કરીએ છીએ તેની સાથે તે કેવી રીતે સંબંધિત છે તે વિશે વધુ જાણો.


VI. GDPR અંતર્ગત તમને પ્રદાન કરવામાં આવેલા અધિકારોનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો?

સામાન્ય ડેટા સંરક્ષણ નિયમન અંતર્ગત, તમને તમારા ડેટાને ઍક્સેસ કરવાનો, તેમાં સુધાર કરવાનો, પોર્ટ કરવાનો અને તેને દૂર કરવાનો અધિકાર છે. આ અધિકારો વિશે વધુ જાણો અને જાણો કે Facebook સેટિંગ્સ અને Instagram સેટિંગ્સમાં તમે તમારા અધિકારોનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. તમારી પાસે વાંધો લેવાનો અધિકાર છે અને તમારા ડેટા પર થતી અમુક પ્રક્રિયાઓને પ્રતિબંધિત કરવાનો અધિકાર પણ છે. આમાં આનો સમાવેશ થાય છે:
  • પ્રત્યક્ષ માર્કેટિંગ માટે તમારા ડેટા પરની અમારી પ્રકિયા સામે વાંધો લેવાનો અધિકાર, જેનો ઉપયોગ તમે આવા માર્કેટિંગ સંચારમાં રહેલ "અનસબ્સ્ક્રાઇબ કરો" લિંકનો ઉપયોગ કરીને કરી શકો; અને
  • જ્યાં અમે જાહેર હિતમાં અથવા અમારા કે કોઈ ત્રાહિત પક્ષના કાયદેસરના હિતોને ચાલુ રાખવા કોઈ કાર્ય કરતાં હોઇએ ત્યારે તમારા ડૅટા પર અમારી પ્રક્રિયા કરવા સામે વાંધો લેવાનો અધિકાર. તમે આ અધિકારનો ઉપયોગ Facebook પર અને Instagram પર કરી શકો છો.


VII. ડેટા જાળવણી, એકાઉન્ટ નિષ્ક્રિયતા અને કાઢી નાખવું

જ્યાં સુધી અમારી સેવાઓ અને Facebook ઉત્પાદનો પ્રદાન કરવા જરૂરી હોય અથવા જ્યાં સુધી તમારું એકાઉન્ટ કાઢી નાખવામાં ન આવે - આમાંથી જે પણ પહેલું આવે ત્યાં સુધી અમે ડેટાનો સંગ્રહ કરીએ છીએ. આ નિર્ણય દરેક કેસ દીઠ લેવાય છે જે ડૅટાનો પ્રકાર, શા માટે તે એકત્ર અને તેના પર પ્રક્રિયા કરવામાં આવે છે અને સંબંધિત કાનૂની અથવા કાર્યાત્મક જાળવણીની જરૂરિયાતો વગેરે જેવી બાબતો પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે Facebook પર કંઈક શોધો છો, ત્યારે તમે તમારી સર્ચ હિસ્ટરીમાંથી ગમે ત્યારે તે શોધ પ્રશ્નને ઍક્સેસ અથવા ડિલીટ કરી શકો છો, પરંતુ તે શોધનો લૉગ 6 મહિના પછી જ ડિલીટ કરવામાં આવે છે. જો તમે એકાઉન્ટ ખરાઈના હેતુ માટે સરકાર દ્વારા આપવામાં આવેલ આઈડીની કોપિ સબમિટ કરો, તો અમે સમીક્ષા કર્યાના 30 દિવસ પછી તે કોપિને ડિલીટ કરીએ છીએ, સિવાય કે અન્યથા જણાવવામાં આવ્યું હોય. તમે જે કન્ટેન્ટ શેર કર્યું છે તે અને સોશિયલ પ્લગ-ઇન દ્વારા મેળવેલ કુકી ડેટાને ડિલીટ કરવા વિશે વધુ જાણો.
તમે જ્યારે તમારું એકાઉન્ટ કાઢી નાખો છો, ત્યારે અમે, તમે પોસ્ટ કરેલ વસ્તુઓ કાઢી નાખીએ છીએ, જેમ કે તમારા ફોટા અને સ્ટેટસ અપડેટ્સ, અને પછી તે માહિતી તમે પાછી મેળવી શકશો નહીં. અન્ય લોકોએ તમારા વિશે શેર કરેલ માહિતી તમારા એકાઉન્ટનો ભાગ નથી તથા તે કાઢી નાખવામાં આવશે નહીં. જો તમે તમારું એકાઉન્ટ કાઢી નાખવા નથી માગતા પણ ઉત્પાદનોના ઉપયોગને અસ્થાયીરૂપે બંધ કરવા માગો છો, તો તમે તમારું એકાઉન્ટ કાઢી નાખવાને બદલે તેને નિષ્ક્રિય કરી શકો છો. કોઈપણ સમયે તમારું એકાઉન્ટ કાઢી નાખવા માટે, કૃપા કરીને Facebook સેટિંગ્સ અને Instagram સેટિંગ્સની મુલાકાત લો.


VIII. કેવી રીતે અમે કાનૂની વિનંતીઓને પ્રતિસાદ આપીએ છીએ અથવા નુકસાનને અ‍ટકાવીએ છીએ?

અમે તમારી માહિતી ઍક્સેસ કરીએ છીએ, જાળવી રાખીએ છીએ અને નિયમનકારો, કાયદાનો અમલ કરનારા અને અન્ય લોકોની સાથે શેર કરીએ છીએ:
  • એક કાયદેસરની વિનંતીના પ્રતિભાવ રૂપે, જો અમને એવા સારા-વિશ્વાસ ભરેલી માન્યતા હોય કે કાયદાને આવું કરવું જરૂરી છે. અમે સદ્ભાવનાપૂર્વક માનતા હોઈએ કે એ ન્યાયક્ષેત્રમાં કાયદા દ્વારા પ્રતિભાવ આપવો જરૂરી છે, વપરાશકર્તાને એ ચોક્કસ ન્યાયક્ષેત્રમાં અસર કરે છે, અને તે આંતર-રાષ્ટ્રીય માનકોની સાથે સાતત્યપૂર્ણ છે, તો અમે એ કાયદેસરની વિનંતીઓ અંગે પણ પ્રત્યુત્તર આપી શકીએ છીએ.
  • જ્યારે અમને વિશ્વાસ હોય કે: છેતરપિંડી, ઉત્પાદનોનો અનધિકૃત ઉપયોગ, અમારી શરતો કે નીતિઓનું ઉલ્લંઘન અથવા અન્ય હાનિકારક કે ગેરકાયદેસર પ્રવૃત્તિને શોધવા, અટકાવવા અને સમાધાન કરવા; તપાસ અથવા નિયમનકારી પૂછપરછના ભાગરૂપે અને આ સિવાય પણ અમને પોતાને (અમારા અધિકારો, મિલકત અથવા ઉત્પાદનો સહિત), તમને અથવા અન્ય લોકોને સુરક્ષિત કરવા; અથવા મૃત્યુ કે નિકટવર્તી શારીરિક નુકસાનને રોકવા આ જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો સંબંધિત હોય તો, અમે છેતરપિંડી, દુરુપયોગ કે અમારા ઉત્પાદનો પર અને તેની બહાર અન્ય જોખમી પ્રવૃત્તિને રોકવા તૃતીય-પક્ષના ભાગીદારો સાથે તમારા એકાઉન્ટની વિશ્વસનિયતા અંગેની માહિતીની આપ-લે કરીએ છીએ.
કાનૂની વિનંતી કે ફરજ, સરકારી તપાસ અથવા અમારી શરતો કે નીતિઓના સંભવિત ઉલ્લંઘનની તપાસને અધીન થવા પર અથવા અન્યથા કોઈ રીતે થનાર નુકસાનને અટકાવવા માટે, અમને તમારા વિશે પ્રાપ્ત થયેલી માહિતી (Facebook સાથે કરેલી ખરીદીઓથી સંબંધિત નાણાકીય વ્યવહારોના ડેટા સહિત)ને લાંબા સમય સુધી ઍક્સેસ કરવામાં અને જાળવી રાખવામાં આવી શકે છે. અમે અમારી શરતોના વારંવારના દુરુપયોગ અથવા અન્ય ઉલ્લંઘનોને અટકાવવા માટે, અમે ઓછામાં ઓછા એક વર્ષ સુધી શરતોના ઉલ્લંઘન બદલ નિષ્ક્રિય કરેલ એકાઉન્ટમાંથી માહિતી પણ મેળવી શકીએ છીએ.


IX. અમારી વૈશ્વિક સેવાઓના એક ભાગ તરીકે અમે કેવી રીતે ડેટા પર કામ કરીએ છીએ અને તેને ટ્રાંસ્ફર કરીએ છીએ?

અમે Facebook કંપનીઓની અંદર અને અમારા ભાગીદારોની સાથે બહાર એમ બન્ને રીતે, તેમજ સમગ્ર વિશ્વમાં તમે જેની સાથે જોડાઓ છો અને શેર કરો છો તેમની સાથે, આ નીતિ અનુસાર વૈશ્વિક સ્તર પર માહિતીને શેર કરીએ છીએ. Facebook Ireland દ્વારા નિયંત્રિત માહિતીને આ નીતિમાં વર્ણન કર્યા પ્રમાણેના હેતુ માટે, અમેરીકામાં અથવા તમે જે દેશમાં રહેતાં હોવ તેની બહાર હસ્તાંતરિત અથવા પ્રસારિત કરવામાં આવશે, અથવા તેમાં સંગ્રહ કરવામાં આવશે કે તેના પર પ્રક્રિયા કરવામાં આવશે. આ ડેટા ટ્રાંસ્ફર Facebookની શરતો અને Instagramની શરતોમાં નિર્ધારિત કરેલ સેવાઓ પૂરી પાડવા અને અમારા ઉત્પાદનોના વૈશ્વિક સંચાલન માટે તેમજ તેમને તમને પ્રદાન કરવા માટે જરૂરી છે. EEA થી યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય દેશોમાં ડેટા ટ્રાંસ્ફર માટે, અમે યુરોપિયન કમિશન દ્વારા મંજૂર કરવામાં આવેલ કરારની માનક કલમોનો ઉપયોગ કરીએ છીએ તથા અમુક ચોક્કસ દેશો માટે, જે રીતે લાગુ પડતું હોય એ રીતે, યુરોપિયન કમિશનના પૂર્તતા અંગેના નિર્ણયો પર આધાર રાખીએ છીએ.


X. આ નીતિમાં થયેલ ફેરફારો અંગે અમે તમને કેવી રીતે સૂચના આપીશું?

અમે આ નીતિમાં ફેરફારો કરીએ તે પહેલાં અમે તમને જાણ કરીશું અને અમારા ઉત્પાદનો ઉપયોગ આગળ ચાલુ રાખવાનું તમે પસંદ કરો તે પહેલાં તમને સુધારેલ નીતિની સમીક્ષા કરવાની તક આપીશું.


XI. પ્રશ્નો માટે Facebook નો સંપર્ક કેવી રીતે કરવો

તમે Facebook પર અને Instagram પર ગોપનીયતા કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વધુ જાણી શકો છો. જો આ નીતિ વિશે તમને પ્રશ્નો હોય, તો તમે નીચે વર્ણવ્યાં પ્રમાણે અમારો સંપર્ક કરી શકો છો.
તમારી માહિતી માટે Facebook Ireland જવાબદાર ડેટા નિયંત્રક છે જેનો તમે ઑનલાઇનઅથવા મેઇલ દ્વારા આ સરનામા પર સંપર્ક કરી શકો છો:

Facebook Ireland Ltd.
4 Grand Canal Square
Grand Canal Harbour
Dublin 2 Ireland

Facebook Ireland Ltd. માટેના ડેટા સુરક્ષા અધિકારીનો સંપર્ક કરો

Facebook Ireland ના અગ્રિમ સંચાલકીય સત્તાધિકારી, આઇરિશ ડેટા સુરક્ષા કમિશ્નર અથવા સ્થાનિક સંચાલકીય સત્તાધિકારી સામે ફરિયાદ નોંધાવવાનો પણ તમને અધિકાર છે.


છેલ્લા સુધારાની તારીખ: 21 ઑગસ્ટ, 2020