શરૂ કરો

Meta Viewpoints તમને ટાસ્ક, સંશોધન, સર્વે જેવા પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અથવા નવી પ્રોડક્ટને અજમાવી જોવા માટે રિવોર્ડ આપે છે. Viewpointsના ડેટાનો ઉપયોગ વધુ સારી ઍપ અને સેવાઓ બનાવવામાં મદદ મળે તે માટે તથા કૉમ્યુનિટીને લાભ પહોંચાડવા માટે થાય છે.

હાલમાં Viewpoints માત્ર તે લોકો માટે જ ઉપલબ્ધ છે કે જેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોય. જોકે, તમારા લોકેશન અને દરેક Viewpoints પ્રોગ્રામની જરૂરિયાતોના આધારે ચોક્કસ પ્રોગ્રામ સંબંધી પાત્રતા અલગ-અલગ હોઈ શકે છે.

એકાઉન્ટ

Viewpoints તરફથી તમને મળનારા કેટલાક ઇમેઇલ તમારી સહભાગિતા માટે આવશ્યક હોય છે. જો કે, તમારી પાસે ન્યૂઝલેટર અને કોમ્યુનિટી અપડેટ જેવા વધારાના ઇમેઇલ મેળવવાનો વિકલ્પ હોય છે.

તમારી ઇમેઇલ સેટિંગ બદલવા માટે:

  1. તમારા iOS અથવા Android ડિવાઇસ પર Viewpoints ઍપ ખોલો.
  2. સૌથી નીચેના ભાગે આવેલા એકાઉન્ટ પર ટેપ કરો.
  3. ઇમેઇલ સેટિંગ પસંદ કરો.
  4. Viewpointsને આ ઇમેઇલ પર ન્યૂઝલેટર અને કોમ્યુનિટી અપડેટ મોકલવાની પણ મંજૂરી આપોની બાજુમાં આવેલા બોક્સ પર ટેપ કરો.

તમારા Viewpoints એકાઉન્ટને ડિલીટ કરવા માટે:

  1. iOS અથવા Android માટેની Viewpoints ઍપ ખોલો.
  2. સૌથી નીચેના ભાગે આવેલા એકાઉન્ટ પર ટેપ કરો.
  3. એકાઉન્ટ ડિલીટ કરોને પસંદ કરો
  4. એકાઉન્ટ ડિલીટ કરો પર ટેપ કરો.

જ્યારે તમે તમારા Viewpoints એકાઉન્ટને ડિલીટ કરશો, ત્યારે શું થશે તે જાણવા માટે સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

જો તમને તમારો કન્ફર્મેશન ઇમેઇલ મળ્યો નથી, તો તમારા ઇનબોક્સમાં રહેલા તમારા જંક, સ્પામ અને ટ્રેશ ફોલ્ડરને જોવાની ખાતરી કરો. ઇમેઇલ Viewpoints તરફથી મોકલવામાં આવશે.

તમે પહેલાંથી જ પૂરા પાડેલા ઇમેઇલ એડ્રેસ પર કન્ફર્મેશન ઇમેઇલ ફરીથી મોકલવા
  1. iOS અથવા Android માટેની Viewpoints ઍપ ખોલો.
  2. કન્ફર્મેશન ઇમેઇલ ફરીથી મોકલો પર ટેપ કરો.
કોઈ અલગ ઇમેઇલ એડ્રેસ પર કન્ફર્મેશન ઇમેઇલ મોકલવા
  1. iOS અથવા Android માટેની Viewpoints ઍપ ખોલો.
  2. તમારું ઇમેઇલ એડ્રેસ બદલો પર ટેપ કરો.
  3. તમે પ્રદાન કરેલા ઇમેઇલ એડ્રેસને અપડેટ કરો.
  4. પછી, કન્ફર્મ કરો પર ટેપ કરો.

હાલમાં તમે Facebookનો અથવા કેટલાક કિસ્સામાં તમારા ફોન નંબરનો ઉપયોગ કરીને લૉગ ઇન કરીને Viewpointsમાં જોડાઈ શકો છો. લોગ ઇન કરવાના આગામી વિકલ્પો વિશે જાણવા માટે અમારા Facebook પેજને જોતા રહો.

પ્રોગ્રામ

પ્રોગ્રામ એ કાર્યો, સંશોધન, સર્વે અથવા નવી પ્રોડક્ટને અજમાવવી હોઈ શકે છે.

જ્યારે પ્રોગ્રામ ઉપલબ્ધ થાય છે ત્યારે અમે ઇમેઇલ અથવા પુશ નોટિફિકેશન મારફતે તમને તે અંગે જણાવીએ છીએ. તમે પ્રોગ્રામ પર ટેપ કરીને પણ ઉપલબ્ધ પ્રોગ્રામ શોધી શકો છો.

  1. તમારા iOS અથવા Android ડિવાઇસ પર Viewpoints ઍપ ખોલો.
  2. સૌથી નીચેના ભાગે આવેલા પ્રોગ્રામ પર ટેપ કરો.

દરેક Viewpoints પ્રોગ્રામની જરૂરિયાતો અને તમારા લોકેશનના આધારે ચોક્કસ પ્રોગ્રામ સંબંધી પાત્રતા અલગ-અલગ હોઈ શકવાને લીધે, પ્રોગ્રામ હંમેશાં દરેકને ઓફર કરવામાં આવતા નથી. જો કે, અમે હંમેશાં નવા પ્રોગ્રામ બનાવવા માટે કામ કરતા રહીએ છીએ અને તમારા માટે પ્રોગ્રામ ઉપલબ્ધ થવા પર ઇમેઇલ અથવા પુશ નોટિફિકેશન મારફતે તે અંગે તમને જણાવીશું.

તમે જે-તે ચોક્કસ પ્રોગ્રામ પર ટેપ કરીને તે પ્રોગ્રામની વિગતો, પોઇન્ટ, શરતો અને ડેટા સંગ્રહ વિશે વધુ માહિતી મેળવી શકો છો.

  1. તમારા iOS અથવા Android ડિવાઇસ પર Viewpoints ઍપ ખોલો.
  2. સૌથી નીચેના ભાગે આવેલા પ્રોગ્રામ પર ટેપ કરો.
  3. કોઈ ચોક્કસ પ્રોગ્રામ વિશે વધુ જાણવા માટે તેના પર ટેપ કરો.

દરેક Viewpoints પ્રોગ્રામની જરૂરિયાતો અને તમારા લોકેશનના આધારે ચોક્કસ પ્રોગ્રામ સંબંધી પાત્રતા અલગ-અલગ હોઈ શકે છે.

જ્યારે પણ તમે કોઈ પ્રોગ્રામ કે કાર્યને સફળતાપૂર્વક પૂરું કરી લેશો, એટલે તે દર વખતે તમને પેમેન્ટ મળશે. તમે Viewpointsની અંદરથી તમારા રિવોર્ડને પણ જોઈ શકો છો.

  1. તમારા iOS અથવા Android ડિવાઇસ પર Viewpoints ઍપ ખોલો.
  2. સાઇન ઇન કરો અને સૌથી નીચેના ભાગે આવેલા રિવોર્ડ પર ટેપ કરો.

Viewpoints પરના પોઇન્ટને અન્ય લોકોની સાથે એક્સચેન્જ કરી શકાતા નથી, તેનો વેપાર કરી શકાતો નથી અથવા તે શેર કરી શકાતા નથી અને તેનું કોઈ રોકડ મૂલ્ય હોતું નથી, સિવાય કે તમે રિવોર્ડ મેળવવા માટે પૂરતા પોઇન્ટ મેળવી લીધા ન હોય. Viewpoints પરના તમારા બધા પોઇન્ટનો સમય તમે છેલ્લે મેળવેલા કોઈપણ પોઇન્ટની તારીખથી પાંચ વર્ષમાં સમાપ્ત થઈ જશે.

જો તમે માત્ર પ્રોગ્રામને અંશતઃ પૂરો કરો છો, તો તમને કોઈ પોઇન્ટ મળશે નહીં અને પ્રદાન કરવામાં આવેલી પ્રોગ્રામની કોઈપણ માહિતી ડિલીટ કરી દેવામાં આવશે.

નીચે આપેલી સહાયતા કેન્દ્રની માહિતી ફક્ત ત્યારે જ લાગુ પડે છે કે જ્યારે તમે Study ઍપનાં માધ્યમથી Study પ્રોગ્રામમાં ભાગ લો છો. તમે નવા ‘Viewpoints પરના Study’ સંબંધી સહાયતા કેન્દ્રના લેખમાં Study પ્રોગ્રામના અનુભવ વિશે વધુ જાણી શકો છો.

Study from Meta Viewpointsમાં સ્વાગત છે. Study એ Viewpoints પ્રોગ્રામ છે કે જે ભાગ લેનારાઓને તેમના માટે કઈ ઍપ મહત્ત્વપૂર્ણ છે અને તેઓ આ ઍપનો કેવી રીતે ઉપયોગ કરે છે તેની માહિતી શેર કરવા માટે રિવોર્ડ આપે છે (“Study પ્રોગ્રામ”). આ માહિતી કે જે તમે પૂરી પાડો છો તેનાથી અમને Meta અને કૉમ્યુનિટી માટે વધુ સારી પ્રોડક્ટ બનાવવામાં મદદ મળશે. તમે Study પ્રોગ્રામને ગમે ત્યારે છોડી દઈ શકો છો.

Viewpointsની ડેટા પોલિસી, Viewpointsની સેવાની શરતો, Study પ્રોગ્રામના ઓવરવ્યૂમાં તમારી સમક્ષ રજૂ કરાયેલી માહિતી અને સહાયતા કેન્દ્રના આ લેખમાં તમને પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર તમારી વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા કરવામાં આવશે.

હું કેવી રીતે ભાગ લઈ શકું?

  • તમારા પ્રાથમિક ફોન પર Study ઍપ ડાઉનલોડ કરો.
  • Study પ્રોગ્રામને સેટ અપ કરવાના પગલાં અનુસરો.
  • તમારા ફોનની સેટિંગમાં જાઓ અને તમારી ડિવાઇસ સેટિંગમાં Study ઍપ માટે 'ઍપ વપરાશની પરવાનગી'ને ચાલુ કરીને Study ઍપને તમારી ઍપના વપરાશ ડેટાને ઍક્સેસ કરવાની મંજૂરી આપો. આ પરવાનગીને ચાલુ કર્યા વિના, તમે Study પ્રોગ્રામમાં ભાગ લઈ શકશો નહીં. આ પરવાનગીને તમારા ફોનની સેટિંગમાં જઈને ગમે ત્યારે બંધ કરી શકાય છે.
  • Study ઍપ બેકગ્રાઉન્ડમાં ચાલે છે, તેથી તમારા ફોનનો સામાન્ય રીતે જ ઉપયોગ કરો.
  • જે-તે પ્રોગ્રામની જરૂરિયાતો અને તમારા લોકેશનના આધારે, Viewpoints પર Study પ્રોગ્રામમાં સહભાગિતા માત્ર આમંત્રણ દ્વારા જ થાય છે.
  • તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમે Study ઍપના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો અને તમે અપડેટને ઇન્સ્ટોલ કરો છો. એ મહત્ત્વપૂર્ણ છે કે Study પ્રોગ્રામમાં ભાગ લેવા માટે Study ઍપને અપડેટ કરેલી રાખવામાં આવે, ઉદાહરણ તરીકે, જેથી કરીને કોઈપણ બગ ઠીક કરી દેવામાં આવે.
  • તમે Study પ્રોગ્રામને ગમે ત્યારે છોડી દઈ શકો છો. જ્યાં સુધી તમે Study પ્રોગ્રામને છોડી દેશો નહીં અથવા તેમાં નોંધણી રદ કરાવશો નહીં ત્યાં સુધી Studyમાં તમારી સહભાગિતા ચાલુ રહેશે.

મને શેના માટે પોઇન્ટ મળશે?

તે દરેક અઠવાડિયા માટે તમને 500 પોઇન્ટ મળે છે કે જ્યારે તમે Study પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છો (એટલે કે ઍપ વપરાશની પરવાનગીને ચાલુ કરો છો). એકવાર તમે ભાગ લેતા થઈ જાઓ એટલે તમને Study ઍપમાં નોટિફિકેશન દેખાશે.

આ પ્રોગ્રામથી Metaને કેવી રીતે મદદ મળે છે?

આ પ્રોગ્રામની જાણકારીથી અમને લોકો માટે કઈ ઍપ મહત્ત્વપૂર્ણ છે અને તેનો કેવી રીતે ઉપયોગ થાય છે તે જાણવામાં મદદ મળી રહે છે. તે રીતે, અમે Meta અને કૉમ્યુનિટી માટે વધુ સારી પ્રોડક્ટ બનાવી શકીએ છીએ.

Meta મારા મોબાઇલ ડિવાઇસમાંથી કયો ડેટા એકત્ર કરે છે?

Study ઍપ મારફતે, અમે Study પ્રોગ્રામમાં તમારી સહભાગિતાના સમયગાળા માટે તમારા ડિવાઇસ પર ઇન્સ્ટોલ કરાયેલી ઍપ વિશેના વપરાશ ડેટા (“ઍપનો વપરાશ ડેટા”)ને એકત્ર કરીએ છીએ અને તેનું વિશ્લેષણ કરીએ છીએ. આમાં નીચેની બાબતો વિશેની માહિતીનો સમાવેશ થાય છે:

  • તમે જ્યારે Studyમાં ભાગ લઈ રહ્યા હોવ ત્યારે તમારા દ્વારા ડાઉનલોડ કરવામાં આવતી કોઈપણ નવી ઍપ સહિત તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરાયેલી ઍપ
  • ઍપનો ઉપયોગ કરવામાં તમે વીતાવો છો તે સમય
  • દેશ, મોબાઇલ ડિવાઇસ, નેટવર્ક પ્રકાર, મોબાઇલ નેટવર્ક ઓપરેટર અને ભાષા અંગેની તમારી સેટિંગ
  • અમુક ચોક્કસ ઍપમાં તમે ઉપયોગમાં લો તે સુવિધાઓ, જેમ કે હોમ સ્ક્રીન અથવા સપોર્ટની સ્ક્રીન
  • તમારી ઍપમાં દર્શાવવામાં આવતા સર્વિસ પ્રોવાઇડરના નામ, જેમ કે જાહેરાત નેટવર્ક
  • સ્પષ્ટતા માટે, ઍપના વપરાશ ડેટામાં યુઝર આઈડી, પાસવર્ડ અથવા મેસેજ સહિત લોકો દ્વારા શેર કરવામાં આવતા કન્ટેન્ટનો સમાવેશ થતો નથી
Meta કેવી રીતે આ માહિતીનો ઉપયોગ કરે છે?
  • તમારી માહિતીથી અમને બિઝનેસ અને પ્રોડક્ટ સંશોધન માટે જાણકારી મેળવવામાં મદદ મળી રહે છે. ઉદાહરણ તરીકે, અમે એ જાણકારીનો ઉપયોગ ફ્રાંસમાં અમુક ચોક્કસ ઉંમરની રેન્જમાં રહેલા પુરુષો દ્વારા કઈ ઍપનો ઉપયોગ કરવામાં આવે છે તે સમજવા માટે કરી શકીએ છીએ, જેનાથી તે વસ્તી માટે કઈ ઍપ ઉપયોગી છે અને તે વસ્તી માટે અમે અમારી સેવાઓને કેવી રીતે બહેતર બનાવી શકીએ છીએ તે સમજવામાં અમને મદદ મળી રહેશે.
  • તમારી માહિતીથી અમને લોકો માટે કઈ ઍપ મહત્ત્વપૂર્ણ છે અને તેનો કેવી રીતે ઉપયોગ થાય છે તે જાણવામાં મદદ મળી રહે છે.
  • તમારી માહિતીથી અમને Meta કંપનીની પ્રોડક્ટને બહેતર બનાવવા માટે અમારી કૉમ્યુનિટીને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી રહે છે.
Meta, Study દરમિયાન તમારા Facebook અને Instagram એકાઉન્ટથી મળેલી માહિતીનો કેવી રીતે ઉપયોગ કરે છે?

અમે વિશાળ વસ્તીને પ્રતિબિંબિત કરતી ડેટા જાણકારી બનાવવા માટે તમારા Facebook તથા Instagram એકાઉન્ટ સાથે સંકળાયેલી માહિતીનો Studyનાં માધ્યમથી એકત્ર કરવામાં આવતા ઍપના વપરાશ ડેટાની સાથે એકસાથે ઉપયોગ કરીએ છીએ. અમે એકત્ર કરીએ છીએ તે માહિતીમાં આ સામેલ છે:

  • વસ્તી વિષયક માહિતી: તમારા Facebook અને Instagram એકાઉન્ટની સાથે સંકળાયેલી ઉંમર, લિંગ અને લોકેશન સંબંધી માહિતી.
  • એકાઉન્ટ બનાવ્યાની તારીખ: એ તારીખ જ્યારે તમને Facebook અથવા Instagramમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યારે તમે એકાઉન્ટ બનાવ્યું હતું અને જ્યારે તમારું એકાઉન્ટ કન્ફર્મ કરવામાં આવ્યું હતું.
  • ઍપ અંગેની પસંદગીઓ: તમે Facebook અથવા Instagramને ઍક્સેસ કરવા માટે ઉપયોગમાં લો છો તે ડિવાઇસ મોડલ, ઓપરેટિંગ સિસ્ટમ અથવા વેબ બ્રાઉઝર, તમારું મુખ્ય ડિવાઇસ અને તમારી પસંદગીની ભાષા અંગેની સેટિંગ.
  • Facebook અને Instagram પરથી ઍપ ઇન્ટરેક્શન અને તારવેલી માહિતી: તમે ધરાવતા હો તે મિત્રો, ફ્રેન્ડ રિક્વેસ્ટ અને ફોલોઅરની સંખ્યા, તમે ફોલો કરતા હો તે પેજ અને લોકોના પ્રકાર અને તેમની સંખ્યા, તમે પ્રોફાઇલ ફોટો રાખેલો છે કે નહીં તે માહિતી, તમારી રુચિઓ.

અમે જ્યારે તમે Facebook અને Instagramને ઍક્સેસ કરેલ તે તારીખો તથા દરેક ઍપમાં તમારી એક્ટિવિટીના સ્તરો વિશેની માહિતીનો પણ ઉપયોગ કરીએ છીએ.

આ, Meta કંપનીની પ્રોડક્ટ પરના મારા અનુભવને કેવી રીતે પ્રભાવિત કરે છે?
  • અમે Study પ્રોગ્રામમાં તમારી સહભાગિતા મારફતે અમારા દ્વારા એકત્ર કરવામાં આવતા ઍપના વપરાશ ડેટાને Meta કંપનીની અન્ય પ્રોડક્ટ પર રહેલાં એકાઉન્ટમાં ઉમેરતા નથી.
  • Meta કંપનીની પ્રોડક્ટ પર (તમારા અને અન્ય લોકો માટે જાહેરાતો પૂરી પાડવાં અને તેને બહેતર બનાવવાં સહિત) તમારા અનુભવને પસંદ મુજબ બનાવવા માટે Study મારફતે એકત્ર કરવામાં આવેલા તમારી ઍપના વપરાશ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
  • Viewpoints પ્રોગ્રામમાં થતા ડેટા કલેક્શન અને તેના ઉપયોગ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી Viewpointsની ડેટા પોલિસીની મુલાકાત લો.
Study ઍપ અને Viewpoints ઍપની વચ્ચે ડેટા કેવી રીતે શેર કરવામાં આવે છે?
  • Study પ્રોગ્રામની સુવિધા કરી આપવા માટે Study ઍપનો ઉપયોગ થાય છે.
  • Study પ્રોગ્રામ Viewpointsની સાથે માહિતી શેર કરે છે જેથી કરીને Viewpoints તમને તેની શરતો હેઠળ સેવા પૂરી પાડી શકે, ઉદાહરણ તરીકે, તમે તમારા પોઇન્ટ અને રિવોર્ડ મેળવી શકો તે માટે Study તમે Study પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છો કે નહીં તે વિશેની માહિતી Viewpointsની સાથે શેર કરે છે.
  • જો તમે હું મારી Viewpointsની માહિતીના રિપોર્ટની કેવી રીતે વિનંતી કરી શકું? દ્વારા તમારી માહિતીની કોપિની વિનંતી કરશો, તો Study પ્રોગ્રામ Viewpointsની સાથે અમુક માહિતી પણ શેર કરશે.
  • કોઈ ઍપનો વપરાશ ડેટા Viewpoints ઍપની સાથે શેર કરવામાં આવતો નથી.
શું હું Study પ્રોગ્રામમાં ભાગ લેતી વખતે અન્ય લોકો સાથે મારો ફોન શેર કરી શકું છું?

Study પ્રોગ્રામમાં ભાગ લઈ રહેલા લોકો અન્ય લોકો સાથે તેમનો ફોન શેર કરી શકતા નથી અથવા અન્ય લોકોને તેમના ફોનને ઍક્સેસ કરવાની કે ઉપયોગમાં લેવાની મંજૂરી આપી શકતા નથી.

  • જો અમને જાણવા મળે કે કોઈ બીજી વ્યક્તિએ તમારા ડિવાઇસનો ઉપયોગ કર્યો છે, તો અમે તે દિવસના એકત્ર કરેલા ડેટાનો ઉપયોગ કરીશું નહીં અને તે ડેટાને ડિલીટ કરી દેવામાં આવશે.
  • તમને હજી પણ એક અઠવાડિયાની સહભાગિતા બદલ 500 પોઇન્ટ મળશે.
  • Viewpoints પ્રોગ્રામમાં થતા ડેટા કલેક્શન અને તેના ઉપયોગ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી ડેટા પોલિસીની મુલાકાત લો.
જો હું મારી ડિવાઇસ સેટિંગમાં Study ઍપ માટે ઍપ વપરાશની પરવાનગીને બંધ કરી દઉં, તો શું થશે?
  • જો તમે તમારી ડિવાઇસ સેટિંગમાં Study ઍપ માટે ઍપ વપરાશની પરવાનગીને બંધ કરી દો છો, તો અમે તમને તે કેવી રીતે પાછી ચાલુ કરવી તે અંગેની સૂચનાઓ પ્રદાન કરીશું.
  • જો તમે તમારી ડિવાઇસ સેટિંગમાં Study ઍપ માટે તમારી ઍપ વપરાશની પરવાનગીને પાછી ચાલુ કરો છો, તો અમે ઍપના વપરાશ ડેટાને એકત્ર કરવાનું અને તેનું વિશ્લેષણ કરવાનું શરૂ કરીશું, જેમાં અગાઉના થોડા દિવસનો ઍપનો વપરાશ ડેટા સામેલ હોઈ શકે છે.
ઍપનો વપરાશ ડેટા કેટલા સમય સુધી જાળવી રાખવામાં આવે છે?

Study ઍપ મારફતે એકત્ર કરવામાં આવેલો તમારી ઍપનો વપરાશ ડેટા તમે નીચેનામાંથી જે પણ વહેલું કર્યું હશે તેની તારીખથી 2 વર્ષના સમયગાળા સુધી જાળવી રાખવામાં આવશે:

  • પ્રોગ્રામના ઓવરવ્યૂમાં 'પ્રોગ્રામ છોડી દો'ને દબાવીને Study પ્રોગ્રામમાં તમારી સહભાગિતાને સમાપ્ત કરો છો.
  • Study પ્રોગ્રામમાંથી નોંધણી રદ કરાવી છે (“તમે Study પ્રોગ્રામમાંથી નોંધણી કેવી રીતે રદ કરાવી શકો છો?” જુઓ).
તમે Study પ્રોગ્રામમાંથી નોંધણી કેવી રીતે રદ કરાવી શકો છો?

અમે Study પ્રોગ્રામમાં તમારા સહભાગિતાને ગમે ત્યારે સમાપ્ત કરી શકીએ છીએ અને તેમાંથી તમારી નોંધણી રદ કરી શકીએ છીએ. જો આમ થાય, તો:

  • તમારી નોંધણી રદ કરવામાં આવી છે એવો તમને મેસેજ મળશે.
  • ત્યારબાદ તમને તમારી Viewpoints ઍપમાં Study પ્રોગ્રામ દેખાશે નહીં અને Study ઍપમાંથી તમને લોગ આઉટ કરી દેવામાં આવશે.
  • સ્પષ્ટતા માટે, તમે Study ઍપમાં પાછા લોગ ઇન કરી શકશો નહીં.
  • અમે નવા ઍપ વપરાશ ડેટાનું વિશ્લેષણ કરવાનું રોકી દઈશું અને તમારી સહભાગિતાના છેલ્લા અઠવાડિયા માટે તમને 500 પોઇન્ટ મળશે.

અમે તમારી સહભાગિતાને સમાપ્ત કરી શકીએ છીએ તેના કારણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • સહભાગિતાના કારણોસર, ઉદાહરણ તરીકે, તમે ઍપ વપરાશની પરવાનગીને બંધ કરી દીધી અથવા તમે Study ઍપને અનઇન્સ્ટોલ કરી દીધી.
  • ભાવિ શ્રેણીના સંશોધનના કારણોસર, ઉદાહરણ તરીકે, જો અમારી પાસે અમુક ચોક્કસ લોકેશનથી ભાગ લેનારા ઘણા બધા લોકો હોય તો.
તમે કેવી રીતે Study પ્રોગ્રામને છોડી દેશો?

નીચે આપેલી દરેક એક્શનના પરિણામે તમે Study પ્રોગ્રામને છોડી દેશો (“જો તમે પ્રોગ્રામને છોડી દેશો તો શું થશે?” જુઓ):

  • Viewpoints ઍપની અંદર પ્રોગ્રામ ઓવરવ્યૂમાંથી તમે ‘પ્રોગ્રામ છોડી દો’ને ટેપ કરો છો અને Study પ્રોગ્રામમાં તમારી સહભાગિતાને સમાપ્ત કરો છો.
  • તમે Viewpoints ઍપમાં જાઓ છો અને તમારા એકાઉન્ટને ડિલીટ કરો છો.

કૃપા કરીને એ વાતથી વાકેફ રહેશો કે જો તમે Study ઍપને અનઇન્સ્ટોલ/ડિલીટ કરો છો અથવા તમારાં ડિવાઇસ સેટિંગમાં Study ઍપ માટે ઍપના ઉપયોગની પરવાનગીને બંધ કરો છો, તો જ્યાં સુધી પ્રોગ્રામમાંથી તમારી નોંધણી રદ કરવામાં આવતી નથી ત્યાં સુધી Viewpoints ઍપ હજીયે જણાવશે કે તમે Study પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છો (“તમે Study પ્રોગ્રામમાંથી નોંધણી કેવી રીતે રદ કરાવી શકો છો?” જુઓ)). જોકે, અમે ત્યારબાદ ઍપના વપરાશ ડેટાની પ્રક્રિયા કરીશું નહીં ("જો હું મારી ડિવાઇસ સેટિંગમાં Study ઍપ માટે ઍપ વપરાશની પરવાનગીને બંધ કરી દઉં, તો શું થશે?" જુઓ).

જો હું પ્રોગ્રામને છોડી દઉં તો શું થશે?

તમે Viewpoints ઍપ મારફતે પ્રોગ્રામને ગમે ત્યારે છોડી દઈ શકો છો. તમામ ડેટા સંગ્રહને સમાપ્ત કરવા માટે, તમારા ફોન પર રહેલી Study ઍપને અનઇન્સ્ટોલ કરો.

  • અમે નવા ઍપ વપરાશ ડેટાનું વિશ્લેષણ કરવાનું રોકી દઈશું અને તમારી સહભાગિતાના છેલ્લા અઠવાડિયા માટે તમને 500 પોઇન્ટ મળશે.
  • કૃપા કરીને એ વાતથી વાકેફ રહેશો કે કોઈપણ ઍપને ચાલવા માટે અમુક ચોક્કસ ડેટાની જરૂર પડતી હોય છે. આ રીતે, Study ઍપ દ્વારા થતા તમામ ડેટા સંગ્રહને સમાપ્ત કરવા માટે, તમારા ફોન પર રહેલી Study ઍપને અનઇન્સ્ટોલ કરો. તમે જ્યાં સુધી તમારા ફોન પર રહેલી Study ઍપને અનઇન્સ્ટોલ કરતા નથી, ત્યાં સુધી અમે તમારા ડિવાઇસ, નેટવર્ક પ્રકાર અને અન્ય અનન્ય ઓળખકર્તા વિશેની માહિતીને એકત્ર કરવાનું ચાલુ રાખીએ છીએ. આ તે માહિતી છે કે જેની Study ઍપને પોતાને ચાલવા માટે જરૂર પડતી હોય છે.
તમે Study ઍપને કેવી રીતે અનઇન્સ્ટોલ/ડિલીટ કરશો?

તમે નીચે આપેલી ઍપ દૂર કરવાની પરંપરાગત રીતો પૈકી એકનાં માધ્યમથી તમારા ડિવાઇસમાંથી Study ઍપને દૂર કરીને Study ઍપને અનઇન્સ્ટોલ/ડિલીટ કરી શકો છો:

  • તમારા ફોનનાં સેટિંગ મારફતે Study ઍપને અનઇન્સ્ટોલ કરીને.
  • તમારી હોમ સ્ક્રીન પર Study ઍપને દબાવી રાખી અને પછી દેખાતા સબ-મેનૂમાંથી “અનઇન્સ્ટોલ કરો” પસંદ કરીને
  • Google Play Store મારફતે અનઇન્સ્ટોલ કરીને.
  • તમારા ફોનના કોઈ ચોક્કસ વર્ઝન દ્વારા ચાલુ થઈ હોઈ શકે એવી કોઈ પણ અન્ય રીત મારફતે અનઇન્સ્ટોલ કરીને.
હું Studyને મારા Samsung ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલવાની મંજૂરી કેવી રીતે આપી શકું?

જ્યારે Study from Meta ઍપ બેકગ્રાઉન્ડમાં ચાલે છે ત્યારે તેને બેટરીનો ઉપયોગ કરવાની પરવાનગી આપો.

Android 10 અથવા તે પછીના વર્ઝન માટે:

  1. Study આઇકનની ઉપર એક નાનો મેનૂ દેખાય નહીં ત્યાં સુધી Study ઍપના આઇકનને આશરે 3 સેકન્ડ માટે દબાવી રાખો.
  2. ઍપ માહિતી પસંદ કરો, પછી બેટરી પસંદ કરો.
  3. બેટરી વપરાશ સંચાલિત કરો અંતર્ગત, બેકગ્રાઉન્ડ એક્ટિવિટીને મંજૂરી આપોને ચાલુ કરો.
  4. જો બેકગ્રાઉન્ડ એક્ટિવિટીને મંજૂરી આપો ડિફોલ્ટ રૂપથી ચાલુ હતી, તો તેને બંધ કરીને ફરીથી ચાલુ કરો.

Android 9 (Pie), 10 અથવા 11 માટે:

  1. તમારી ફોન સેટિંગમાં, ડિવાઇસ કેર પર ટેપ કરો, પછી બેટરી પસંદ કરો.
  2. ઍપ પાવર સંચાલન અથવા બેકગ્રાઉન્ડ વપરાશ મર્યાદાઓ અંતર્ગત, Studyને તે 'ઍપ કે જેને નિષ્ક્રિય નહીં કરાય' અથવા ક્યારેય નિષ્ક્રિય નહીં તેવી ઍપની યાદીમાં ઉમેરો.

Android 7 (Nougat) અથવા 8 (Oreo) માટે:

  1. તમારી ફોન સેટિંગમાં, ડિવાઇસ મેન્ટેનન્સ પર ટેપ કરો, પછી બેટરી પસંદ કરો.
  2. પાવરની બચત અંતર્ગત, Studyને મોનિટર ન કરવામાં આવતી હોય તેવી ઍપની યાદીમાં ઉમેરો.

Android 6 (Marshmallow) અથવા તેની પહેલાંના વર્ઝન માટે:

  1. તમારી ફોન સેટિંગમાં, ઍપ્લિકેશન પર ટેપ કરો, પછી more પર ટેપ કરો.
  2. ખાસ ઍક્સેસ અંતર્ગત, બેટરી વપરાશ ઓપ્ટિમાઇઝ કરો પર ટેપ કરો.
  3. લિસ્ટ પર Study from Metaને શોધો અને ખાતરી કરો કે તે પસંદ કરવામાં આવેલી નથી.

Facebook, COVID-19ની રસીઓ અંગેના લોકોના અનુભવો તથા તેના પ્રત્યેના તેમના વલણોનો અભ્યાસ કરવા માટે શ્રૃંખલાબદ્ધ સર્વે હાથ ધરી રહ્યું છે, જેમાં તમને સોશિયલ મીડિયા પર મળતી માહિતી કેવી રીતે આ અનુભવો અને વલણો પર અસર કરી શકે છે તેના અભ્યાસનો સમાવેશ થાય છે.

આ સંશોધનને હાથ ધરવામાં તથા અમારી પ્રોડક્ટ અને સેવાઓને બહેતર બનાવવામાં અમને સહાય મળી રહે તે માટે, સર્વેના તમારા જવાબોથી તારવેલી જાણકારીનું Facebook અને Instagram પરની તમારી કેટલીક એક્ટિવિટી (નીચે વર્ણવ્યા મુજબ) સાથે સંયોજનમાં વિશ્લેષણ કરવામાં આવશે. Viewpointsની ડેટા પોલિસી, Viewpointsની સેવાની શરતો, પ્રોગ્રામના ઓવરવ્યૂમાં તમારી સમક્ષ રજૂ કરાયેલી માહિતી અને સહાયતા કેન્દ્રના આ લેખમાં તમને પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર તમારી વ્યક્તિગત માહિતીની પ્રક્રિયા કરવામાં આવશે.

મને શેના માટે પોઇન્ટ મળશે?

તમારા દ્વારા પૂરા કરવામાં આવતા દરેક સર્વે માટે તમને પોઇન્ટ મળે છે (સર્વે દીઠ 200 અને 400ની વચ્ચેના પોઇન્ટ, જે સર્વે શરૂ થાય તે પહેલાં તમને બતાવવામાં આવશે). સરવાળે, તમે પૂરેપૂરા પ્રોગ્રામને પૂરા કરવા માટે 2,000 પોઇન્ટ મેળવશો.

Facebook, સર્વેના જવાબોમાં રહેલી સંવેદનશીલ માહિતીનો કેવી રીતે ઉપયોગ કરે છે?

Viewpoints પરના COVID-19ની રસી બાબતના સર્વે પ્રોગ્રામ (“પ્રોગ્રામ”)માં કેટલાક પ્રશ્નોમાં તમને તમારા આરોગ્ય, ધર્મ, જાતિ અથવા રાજકીય વિચારધારા વિશે માહિતી પૂરી પાડવા માટે કહેવામાં આવશે. આ રીતે, અમે સર્વેમાં અપાયેલા તમારા જવાબોને એકત્ર કરવા અને તેની સમીક્ષા કરવા માટે તમારી સ્પષ્ટ સંમતિ પર આધાર રાખીશું. લોકોને સોશિયલ મીડિયા પર મળતી માહિતી કેવી રીતે COVID-19ની રસીઓ અંગેના તેમના અનુભવો પર અસર કરે છે તેનો અભ્યાસ કરવા માટે, અમે સર્વેના તમારા જવાબોનું Facebook અને Instagram પરની તમારી કેટલીક એક્ટિવિટી સાથે સંયોજનમાં વિશ્લેષણ કરીશું. આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે, અમે:

  • COVID-19ની રસીઓથી સંબંધિત અમારી પ્રોડક્ટ અને મેસેજિંગના અસરનું વિશ્લેષણ કરીશું.
  • Facebook અને Instagram પર ઉપલબ્ધ COVID-19ની રસીઓ, અન્ય રસીઓ અથવા આરોગ્ય કે સુખાકારીથી સંબંધિત કન્ટેન્ટના એક્સ્પોઝરના સ્તરોની સરખામણી કરીશું.
  • Facebook અને Instagram પરની કોમ્યુનિટી, કન્ટેન્ટ અને વર્તન કેવી રીતે સાર્વજનિક આરોગ્ય સંબંધી વલણો અને નિર્ણયોને અસર કરી શકે છે તેની સમજણ મેળવીશું.
  • અમારી પ્રોડક્ટ અને મેસેજિંગની ગુણવત્તાનું મૂલ્યાંકન કરીશું તથા આ તારણોના આધાર પર તેને બહેતર બનાવીશું અથવા દૂર કરીશું.
  • બાહ્ય શૈક્ષણિક સંશોધકો સાથે અનામ ડેટા શેર કરવાની પહેલાં જેનો ઉપયોગ તમારી ઓળખ કરવા માટે થઈ શકે તેવી કોઈપણ માહિતીને દૂર કરીશું.
તમે Viewpoints ઍપમાં પ્રોગ્રામના ઓવરવ્યૂમાં અથવા પ્રાઇવસી અને ડેટા સેટિંગમાં જઈને સંમતિને ગમે ત્યારે પાછી ખેંચી શકો છો અને સર્વેના ડેટાને ડિલીટ કરી શકો છો.
Facebook આ સંશોધન માટે મારા Facebook અને/અથવા Instagram એકાઉન્ટના મારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે?

તમે આ પ્રોગ્રામમાં ભાગ લઈ શકો તે માટે અને અમે સંશોધન હાથ ધરી શકીએ તે માટે, અમને તમારા Facebook અને Instagram એકાઉન્ટની અમુક ચોક્કસ પ્રકારની માહિતીને એકત્ર કરવાની તથા તમારા સર્વેના જવાબોની સાથે એકસાથે તેનું વિશ્લેષણ કરવાની જરૂર હોય છે. Facebook અને Instagram પર COVID-19ની રસીઓથી સંબંધિત પ્રોડક્ટ અને મેસેજિંગની અસરને વધુ સારી રીતે સમજવામાં, વિશાળ વસ્તીને પ્રતિબિંબિત કરતી જાણકારી બનાવવામાં તથા અમારી પ્રોડક્ટને બહેતર બનાવવામાં અમને મદદ મળી રહે તે માટે અમને આની જરૂર પડે છે.

અમે તમારા ફોન પર Facebook અને Instagram એકાઉન્ટ માટે તપાસ કરવા તમારા Facebook ફેમિલી ડિવાઇસ આઈડીનો ઉપયોગ કરીને આમ કરીએ છીએ. Facebook તે પછી કોઈ એકાઉન્ટ મેળ ખાય છે કે કેમ તે જોવા માટે તમારા Viewpoints એકાઉન્ટની વિગતોનો ઉપયોગ કરશે. જો તમે Facebookનો ઉપયોગ કરીને લૉગ ઇન કરીને Viewpoints એકાઉન્ટ બનાવેલું અથવા જો એકાઉન્ટ સેન્ટરમાં તમારાં Facebook કે Instagram એકાઉન્ટ ઉમેરવામાં આવ્યાં હતાં, તો અમે તમારા Viewpoints એકાઉન્ટનો તમારાં Facebook અને Instagram એકાઉન્ટ સાથે મેળ પણ કરી શકીએ છીએ.

લોકોને સોશિયલ મીડિયા પર મળતી માહિતી કેવી રીતે COVID-19ની રસીઓ અંગેના તેમના અનુભવો પર અસર કરે છે તે બાબતના સંશોધનને હાથ ધરવા માટે અમે તમારા Facebook અને Instagram એકાઉન્ટની નીચે આપેલી માહિતીને એકત્ર કરીશું અને તમારા સર્વેના જવાબોની સાથે એકસાથે તેનું વિશ્લેષણ કરીશું:

  1. વસ્તી વિષયક માહિતી: તમારા Facebook અને/અથવા Instagram એકાઉન્ટની સાથે સંકળાયેલી ઉંમર, લિંગ અને લોકેશન સંબંધી માહિતી.
  2. એકાઉન્ટ બનાવ્યાની તારીખ: એ તારીખો જ્યારે તમને Facebook અથવા Instagramમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યારે તમે એકાઉન્ટ બનાવ્યું હતું અને જ્યારે તમારું એકાઉન્ટ કન્ફર્મ કરવામાં આવ્યું હતું.
  3. ઍપ અને ડિવાઇસ સંબંધી પસંદગીઓ: તમે Facebook અથવા Instagramને ઍક્સેસ કરવા માટે ઉપયોગમાં લો છો તે ડિવાઇસ મોડલ, ઓપરેટિંગ સિસ્ટમ અથવા વેબ બ્રાઉઝર, તમારું મુખ્ય ડિવાઇસ અને તમારી પસંદગીની ભાષા અંગેની સેટિંગ.
  4. નીચેની બાબતોના સંબદ્ધમાં તમારા Facebook અને Instagram એકાઉન્ટ પરથી ઍપ ઇન્ટરેક્શન, કન્ટેન્ટ એક્સ્પોઝર અને તારવેલી માહિતી:
  • તમારા મિત્રો અને ફોલોઅરની સંખ્યા.
  • તમે ફોલો કરતા હો તે પેજ અને લોકોના પ્રકારો અને સંખ્યા. ઉદાહરણ તરીકે, તમે ખાદ્યપદાર્થ વિશે પેજને ફોલો કરો છો કે કેમ અથવા તમે સોશિયલ મીડિયા પરની પ્રભાવશાળી વ્યક્તિઓને ફોલો કરો છો કે નહીં તે સંબંધી માહિતી.
  • તમે જે ગ્રૂપમાં છો તે.
  • COVID-19થી સંબંધિત કન્ટેન્ટ તથા આરોગ્યથી સંબંધિત અન્ય કન્ટેન્ટ પરત્વે તમારું એક્સ્પોઝર અને તેની સાથેની તમારી સહભાગિતા.
  • તમે પ્રોફાઇલ ફોટો રાખેલો છે કે નહીં તે બાબત.
  • તમારી રુચિઓ.
  • તમારા વિશે અમે તારવીએ છીએ તે માહિતી.
  • જ્યારે તમે Facebook અને Instagramને ઍક્સેસ કરેલ તે તારીખો તથા દરેક ઍપમાં તમારી એક્ટિવિટીના સ્તરો વિશેની માહિતી.
તમારા Facebook અને Instagram ઍપ ઇન્ટરેક્શન અને કન્ટેન્ટ એક્સ્પોઝર વિશે એકત્ર કરવામાં આવતી માહિતીને સંશોધન હાથ ધરવા માટે Facebook દ્વારા વિશ્લેષિત કરવામાં આવે તે પહેલાં સંકલિત કરવામાં આવે છે.
હું મારા COVID-19ની રસી બાબતના સર્વેના જવાબોનો ઉપયોગ કરવા માટેની સંમતિને પાછી ખેંચી લઉં તો ત્યારે શું થશે?

તમે Viewpoints ઍપમાં પ્રોગ્રામના વિહંગાવલોકનની સ્ક્રીનનાં માધ્યમથી અથવા પ્રાઇવસી અને ડેટા સેટિંગમાં જઈને સર્વે માટે તમારા જવાબો પ્રદાન કરવા બાબતની તમારી સંમતિને ગમે ત્યારે પાછી ખેંચી શકો છો. આવી સંમતિ પાછી ખેંચી લેવાઈ ગયા બાદ, જો તમે Viewpointsને સંવેદનશીલ ડેટા ધરાવતા જવાબો સહિત સર્વેના તમારા જવાબોનો ઉપયોગ કરવાની પરવાનગી આપવા માટેની સંમતિને પાછી ખેંચી લો છો, તો તમે પ્રોગ્રામને છોડી દેશો, તમારા પ્રોગ્રામ ડેટાને ડિલીટ કરવામાં આવશે અને ત્યારબાદ Facebook અને Instagramના તમારા ડેટાની સામે તેનું વિશ્લેષણ કરવામાં આવશે નહીં.

  • અમે 90 દિવસની અંદર આ પ્રોગ્રામ માટેના તમારા પ્રોગ્રામ ડેટાને ડિલીટ કરી દઈશું. આ માહિતીનું સંશોધન હેતુઓ માટે પહેલાંથી વિશ્લેષણ થઈ ચૂક્યું હોય એવું બની શકે છે.
  • તમે પહેલાંથી જ મેળવી લીધેલા જે તે પોઇન્ટ કે રિવોર્ડ તમારી પાસે જ રહેશે.
  • જો તમે સંમતિ પાછી ખેંચી લો છો, તો અન્ય Viewpoints પ્રોગ્રામમાં ભાગ લેવાની તમારી પાત્રતા પર તેની કોઈપણ અસર પડશે નહીં.
Facebook, COVID-19ની રસી અંગેના સર્વે પ્રોગ્રામમાં પ્રદાન કરવામાં આવેલા સર્વેના તમામ જવાબોનો તથા અન્ય ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે તે અહીં આપ્યું છે:
  • સર્વેના તમારા જવાબો સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે અને તેની ઍક્સેસ Facebook ખાતેના પસંદગીના તે લોકોના ગ્રૂપ પૂરતી જ પ્રતિબંધિત હોય છે, જેઓ કાં તો Viewpoints પ્લેટફોર્મ પર કામ કરતા હોય છે અથવા જેઓ સંશોધન હાથ ધરી રહ્યા હોય છે.
  • અમે સ્યૂડૉનિમાઇઝ કરેલી સ્થિતિમાં (ઉપનામ આપીને) તમારા પ્રોગ્રામ ડેટાને તમારા દ્વારા છેલ્લા સર્વેને પૂરા કરવામાં આવ્યાની તારીખથી 2.5 વર્ષની અવધિ સુધી જાળવી રાખીશું. લોકોને સોશિયલ મીડિયા પર મળતી માહિતી કેવી રીતે COVID-19ની રસીઓ અને અન્ય રસીઓ અંગેના તેમના અનુભવો પર અસર કરે છે તેનાથી સંબંધિત લાંબા તેમજ ટૂંકા એમ બંને ગાળાના વૈશ્વિક ચર્ચિત બનાવોનો અભ્યાસ કરવા માટે સર્વેના આ જવાબોને જાળવી રાખવામાં આવી રહ્યા છે. આ સમયાવધિ પછી, સર્વેના તમારા જવાબોને અનામ કરી દેવામાં આવશે.
  • Facebook અને Instagram પર તમારા અનુભવને તમારી પસંદ મુજબ બનાવવા અથવા તમારા અને અન્ય લોકો માટે જાહેરાતોને પ્રદાન કરવા કે તેને બહેતર બનાવવા માટે આ પ્રોગ્રામમાં રહેલા પ્રશ્નોના તમારા જવાબોનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
  • આ સંશોધનના ભાગ રૂપે, Facebook બાહ્ય શૈક્ષણિક સંશોધકોની સાથે તમારા પ્રોગ્રામ ડેટાને શેર કરતા પહેલાં તેને અનામ કરી દેશે. Facebook કેવી રીતે Viewpoints પરના તમારા ડેટાની પ્રક્રિયા કરે છે તે અંગેની વધુ માહિતી માટે, કૃપા કરીને Viewpointsની ડેટા પોલિસી જુઓ.

પેમેન્ટ

જ્યારે તમે Facebook Viewpointsમાં જોડાઓ છો, ત્યારે પેમેન્ટ મેળવવા માટે તમને કેટલા પોઇન્ટની જરૂર છે તે અમે તમને જણાવીશું.

તમે તમારા Facebook Viewpoints એકાઉન્ટ સાથે કનેક્ટ કરેલા પેમેન્ટ એકાઉન્ટના પ્રકારના આધારે, તમને તમારું પેમેન્ટ સીધું જ તમારા PayPal એકાઉન્ટ અથવા તમારા Perks WW રિવોર્ડ એકાઉન્ટ પર મોકલવામાં આવશે.

પેમેન્ટ મેળવવામાં લાગતો સમય, તમારા Viewpoints એકાઉન્ટ સાથે તમે કનેક્ટ કરો છો તે પેમેન્ટ એકાઉન્ટના પ્રકાર પર આધારિત હોય છે.

  • PayPal: તમારું પેમેન્ટ Viewpoints પર તમારા રિવોર્ડને રિડીમ કર્યાના 7થી 10 દિવસની અંદર તમારા PayPal એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
  • Perks WW: તમારું પેમેન્ટ Viewpoints પર તમારા રિવોર્ડને રિડીમ કર્યાના 1થી 3 દિવસની અંદર તમારા Perks WW રિવોર્ડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
  • Tremendous: Tremendous, તમને Viewpoints પર તમારા રિવોર્ડને રિડીમ કર્યાના 3 દિવસની અંદર તમારું પેમેન્ટ મોકલશે.

    તમારું પેમેન્ટ તે ઇમેઇલ અથવા ફોન નંબર પર મોકલવામાં આવશે કે જે તમે Viewpoints પર સાઇન અપ કરતી વખતે સૌથી પહેલા કન્ફર્મ કર્યો હતો. તમે Viewpoints ઍપમાં તમારાં પેમેન્ટ સેટિંગમાં તે ફોન નંબર અથવા ઇમેઇલ જોઈ શકો છો કે જેના પર તમારાં પેમેન્ટ મોકલવામાં આવશે.

પેમેન્ટ મેળવવા માટે, તમારે પહેલા Viewpoints પર તમારા રિવોર્ડને રિડીમ કરવાની જરૂર છે. તમારા રિવોર્ડને રિડીમ કર્યા પછી, તમે તે કેવી રીતે મેળવશો તે તમારા Viewpoints એકાઉન્ટ સાથે તમે કનેક્ટ કરેલા પેમેન્ટ એકાઉન્ટના પ્રકાર પર આધારિત હશે.

  • PayPal:તમારું પેમેન્ટ સીધું જ તમારા PayPal એકાઉન્ટમાં મોકલવામાં આવશે. પેમેન્ટ મેળવવા માટે, તમારે તમારા PayPal એકાઉન્ટની ખાતરી કરવી પડશે. પેમેન્ટ ફક્ત ખાતરી કરેલા PayPal એકાઉન્ટ પર જ મોકલવામાં આવી શકે છે.
  • Perks WW: તમારું પેમેન્ટ સીધું જ તમારા Perks WW એકાઉન્ટ પર મોકલવામાં આવશે. પેમેન્ટ મેળવવા માટે, તમારે તમારું Perks WW રિવોર્ડ એકાઉન્ટ બનાવવાનું પૂરું કરવું પડશે.
  • Tremendous: તમારું પેમેન્ટ તે ઇમેઇલ અથવા ફોન નંબર પર મોકલવામાં આવશે કે જે તમે Viewpoints પર સાઇન અપ કરતી વખતે સૌથી પહેલા કન્ફર્મ કર્યો હતો. તમે Viewpoints ઍપમાં તમારાં પેમેન્ટ સેટિંગમાં તે ફોન નંબર અથવા ઇમેઇલ જોઈ શકો છો કે જેના પર તમારાં પેમેન્ટ મોકલવામાં આવશે.

Viewpoints પર તમારા પહેલા પ્રોગ્રામ માટે રજિસ્ટ્રેશન કરાવતી વખતે જો PayPal એ તમારા માટે ઉપલબ્ધ પેમેન્ટના વિકલ્પો પૈકી એક હોય, તો પ્રોગ્રામમાં જોડાવાની પહેલાં તમને તમારા PayPal એકાઉન્ટને કનેક્ટ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે.

જો તમને તમારા PayPal એકાઉન્ટને કનેક્ટ કરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો PayPal સહાયતા કેન્દ્ર પર જાઓ.

Viewpointsમાં ભાગ લેવાની સાથે કોઈપણ ફી સંકળાયેલી નથી.

આ, તમારા Viewpoints એકાઉન્ટ સાથે તમે કનેક્ટ કરો છો તે પેમેન્ટ એકાઉન્ટના પ્રકાર પર આધારિત હોઈ શકે છે.

  • PayPal: તમે પેમેન્ટ મેળવશો તે દરેક વખતે, તમને ઇમેઇલ, ફોન નંબર દ્વારા અને/અથવા Viewpoints ઍપમાં તમારા મેસેજમાં પેમેન્ટનું કન્ફર્મેશન મોકલવામાં આવશે. તમને રિવોર્ડમાં પણ પેમેન્ટની વિગતો મળી શકે છે.
  • Perks WW: જ્યારે તમે Viewpoints પર તમારા રિવોર્ડને રિડીમ કરશો, ત્યારે Perks WW તેમની વેબસાઇટ પર તમે તે રિવોર્ડનો ઉપયોગ કરવામાં સમર્થ થાઓ તે પછી તમને ઇમેઇલ મોકલશે.
  • Tremendous: જ્યારે તમે Viewpoints પર તમારા રિવોર્ડને રિડીમ કરશો, ત્યારે Tremendous તેમની વેબસાઇટ પર તમે તે રિવોર્ડનો ઉપયોગ કરવામાં સમર્થ થાઓ તે પછી તમને ઇમેઇલ અથવા SMS મોકલશે.

આ, તમારા Viewpoints એકાઉન્ટ સાથે તમે કનેક્ટ કરો છો તે પેમેન્ટ એકાઉન્ટના પ્રકાર પર આધારિત હોઈ શકે છે.

  • PayPal: જો તમારું પેમેન્ટ 10 કરતાં વધુ દિવસથી પ્રક્રિયામાં હોય અથવા જો તમને એ જણાવતો ઇમેઇલ કે પુશ નોટિફિકેશન મળ્યું હોય કે તમારા પેમેન્ટની પ્રક્રિયા કરવામાં સમસ્યા આવી હતી, તો તમારું PayPal એકાઉન્ટ ખાતરી કરેલું અને તમારો PayPal ઇમેઇલ કન્ફર્મ કરેલો હોવાની ખાતરી કરો.

    PayPalથી સંબંધિત પ્રશ્નો માટે, PayPal સહાયતા કેન્દ્ર પર જાઓ. જો તમને હજીપણ સમસ્યાઓ આવી રહી હોય, તો ઍપ પરથી Viewpoints પેમેન્ટ સપોર્ટનો સંપર્ક કરો.

  • Perks WW: તમારા પેમેન્ટને તમારા Perks WW રિવોર્ડ એકાઉન્ટમાં પહોંચવામાં વધુમાં વધુ 3 દિવસ લાગી શકે છે. જો તમારું પેમેન્ટ 3 કરતાં વધુ દિવસથી પ્રક્રિયામાં હોય અથવા જો તમને એ જણાવતો ઇમેઇલ કે પુશ નોટિફિકેશન મળ્યું હોય કે તમારા પેમેન્ટની પ્રક્રિયા કરવામાં સમસ્યા આવી હતી, તો તમે તમારું Perks WW રિવોર્ડ એકાઉન્ટ બનાવવાનું પૂરું કર્યા હોવાની ખાતરી કરો. Perks WWથી સંબંધિત પ્રશ્નો માટે, Perks WW સહાયતા કેન્દ્ર પર જાઓ.
  • Tremendous: તમારા ઇમેઇલ અથવા ફોન નંબર પર તમારું પેમેન્ટ મોકલવામાં Tremendousને 3 દિવસ જેટલો સમય લાગી શકે છે. જો તમારા પેમેન્ટ પર 3 કરતાં વધુ દિવસથી પ્રક્રિયા ચાલુ હોય અથવા જો તમને એ જણાવતું નોટિફિકેશન મળ્યું હોય કે તમારા પેમેન્ટની પ્રક્રિયા કરવામાં સમસ્યા આવી હતી, તો help@tremendous.com પર ઇમેઇલ કરો.

તમને પેમેન્ટની કઈ રીત ઓફર કરવામાં આવે છે તેના આધારે, તમે PayPal, Perks WW અથવા Tremendous મારફતે પેમેન્ટ મેળવી શકો છો.

પ્રાઇવસી અને ડેટા

અમે દરેક પ્રોગ્રામ (જેમ કે સર્વે, કાર્યો અને સંશોધન)માંથી ભેગો કરીએ છીએ તે ડેટાથી અમને વધુ સારી ઍપ અને સેવાઓ બનાવવામાં તથા કોમ્યુનિટીને લાભ આપવામાં મદદ મળી રહે છે. દરેક પ્રોગ્રામની પહેલાં, અમે પ્રોગ્રામ દ્વારા કયો ડેટા એકત્ર કરવામાં આવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ થાય છે તે સમજાવીશું. આ, તમને સુમાહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરવા માટે હોય છે.

વધુ જાણવા માટે, અમારી ડેટા પોલિસી જુઓ.

નહીં. Viewpointsની તમારી માહિતીને Facebook કંપનીની અન્ય પ્રોડક્ટનાં તમારાં એકાઉન્ટ પર સાર્વજનિક રીતે શેર કરવામાં આવશે નહીં. અમે આ ઍપની તમારી માહિતી ત્રાહિત પક્ષોને પણ વેચતા નથી.

Viewpoints સંબંધી ડેટાની રીતો વિશે વધુ માહિતી માટે, અમારી ડેટા પોલિસી જુઓ.

જ્યારે તમે તમારા Viewpoints એકાઉન્ટને ડિલીટ કરશો, ત્યારે શું થશે તે અહીં આપ્યું છે:

  • જો તમે કોઈપણ સમયે PayPalની તમારી વિગતો પ્રદાન કરી હોય, તો તમે એક વર્ષ સુધી નવું એકાઉન્ટ બનાવી શકશો નહીં.
  • જો તમે PayPalની તમારી વિગતો પ્રદાન કરી ન હોય, તો તમે 30 દિવસ સુધી નવું એકાઉન્ટ બનાવી શકશો નહીં.
  • તમે પહેલેથી મેળવેલાં હોય તે પેમેન્ટ તમારી પાસે જ રહેશે.
  • તમે હવે તમારા પ્રોગ્રામની હિસ્ટરી અને રિવોર્ડની હિસ્ટરીને જોવા માટે તમારા Viewpoints એકાઉન્ટમાં લૉગ ઇન કરી શકશો નહીં અને તમારા પોઇન્ટ ગુમ થઈ જશે.
  • તમને હવે Viewpoints તરફથી ઇમેઇલ, ટેક્સ્ટ મેસેજ કે પુશ નોટિફિકેશન મળશે નહીં.
  • અમે Viewpointsની અમારી પ્રાઇવસી પોલિસી અને લાગુ કાયદા મુજબ, ઓળખી શકાય તેવી મર્યાદિત માહિતીને જાળવી રાખી શકીએ છીએ.
Viewpoints દ્વારા એકત્ર કરવામાં આવતા ડેટા વિશે વધુ માહિતી માટે, અમારી ડેટા પોલિસી જુઓ.

જો તમે પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા ન હોવ, તો અમે ઍપને ચલાવવા માટે તમારા ડિવાઇસ, નેટવર્ક પ્રકાર અને અન્ય અનન્ય ઓળખકર્તાઓ વિશેની માહિતી એકત્ર કરીએ છીએ. દરેક પ્રોગ્રામમાં તમે જોડાઓ તે પહેલાં, અમે પ્રોગ્રામ દ્વારા કયો ડેટા એકત્ર કરવામાં આવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ થાય છે તે સમજાવીશું. Facebook Viewpointsના પ્રોગ્રામમાં થતાં ડેટા સંગ્રહ વિશે વધુ જાણવા માટે, અમારી ડેટા પોલિસીને જુઓ.

તમે જેમાં ભાગ લીધો હોય તે સર્વે પ્રોગ્રામમાંથી તમે ગમે ત્યારે સંમતિ પાછી ખેંચી શકો અને સર્વે ડેટાને ડિલીટ કરી શકો છો.

સર્વે પ્રોગ્રામમાંથી સંમતિ પાછી ખેંચવા માટે:

  1. iOS અથવા Android માટેની Viewpoints ઍપ ખોલો.
  2. એકાઉન્ટ પર ટેપ કરો.
  3. પ્રાઇવસી અને ડેટા પર ટેપ કરો.
  4. સંમતિ પાછી ખેંચો પર ટેપ કરો.
  5. તમે જેમાંથી સંમતિ પાછી ખેંચવા અને ડેટા ડિલીટ કરવા માંગતા હો તે તમે ભાગ લીધેલા સર્વે પ્રોગ્રામને પસંદ કરો.
  6. સંમતિ પાછી ખેંચો પર ટેપ કરો.